બજેટ પહેલાં કોંગ્રેસના ગેસ સિલિન્ડરના પોસ્ટર્સ સાથે દેખાવો
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈ થોડીવારમાં જ ગૃહમાં બજેટ રજૂ કરશે. જાે કે, બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસપાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર પહોંચ્યા છે. આજે નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરે તે પહેલા કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર દેખાવ કર્યો છે.
કોંગ્રેસના ૧૫ પૈકીના ૧૩ ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવ્યો છે. બજેટ પહેલા બેનરો લગાવીને કોંગ્રેસી નેતાઓ વિરોધ માટે વિધાનસભાની બહાર પહોંચ્યા છે.
અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, ‘રાજ્ય સરકારનું બજેટ ૪૫૦ રૂપિયે સિલિન્ડર માંગે છે. રાજસ્થાનમાં ૪૫૦ રૂપિયા હોય તો ગુજરાતમાં કેમ નહીં.’ આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.
નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭ નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત ૨૦૪૭ સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે. આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જાેગવાઈઓ કરી છે. તેમણે સંકેત આપતાં કહ્યું કે આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જાેગવાઇ ધરાવતું બજેટ હશે. SS2SS