Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન લેન્ડ ‘ખરીદવાની’ વાત કરતાં ડેન્માર્કે સલામતી મજબૂત કરી

વાશિગ્ટન, અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદમાં ફસાયા છે. પહેલાં તેઓએ કેનેડાને યુ.એસ. સાથે જોડી દેવાની વ્યંગમાં વાત કરી, પછી પનામા-કેનાલ ફરી હાથ કરવાની ગંભીર રીતે રજૂઆત કરી અને હવે ડેન્માર્ક પાસેથી ગ્રીન લેન્ડ ‘ખરીદી’ લેવાની વાત વહેતી મુકી તેઓ એક વધુ વિવાદમાં ફસાયા છે.

જાન્યુઆરી ૨૦ તારીખના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કરવાના છે. પદગ્રહણ કર્યા પછી તેઓ ગ્રીન લેન્ડ હસ્તગત કરવા પ્રયત્ન પણ કરશ તેવી આશંકાથી ડેન્માર્કે ત્યાં વધુ સૈનિકો ગોઠવી દેવાનું શરૂ કર્યું છે. ગ્રીન લેન્ડ સ્થિત ત્રણ વિમાનગૃહો પર હ્લ-૩૫ પ્રકારનાં વિમાનો મુક્યાં છે.

સૈનિકોની આવ-જા માટે સ્લેજ આ બર્ફીલા ધુવીય દેશમાં અનિર્વાય છે. તેથી સ્લેજ પણ વધારી છે અને સ્લેજ ડોગ્સ પણ વધાર્યા છે. તેમજ ડેન્માર્કે તેનો સંરક્ષણ ખર્ચ ત્રણ ગણો કરી અમેરિકન ડોલર ૧.૫ બિલિયન સુધી ઉંચે લઈ ગયું છે.વાસ્તવિકતા તે છે કે, દુનિયાનો સૌથી મોટો ટાપુ ગ્રીન લેન્ડ ડેન્માર્કનો છે તેને સંપૂર્ણ આંતરિક સ્વાયત્તતા અપાઈ છે. માત્ર વિદેશનીતિ અને સંરક્ષણનીતિ ડેન્માર્કના હાથમાં છે.

ડેનીશ ડિફેન્સ મિનિસ્ટર ટ્રોએલ્સ એલ. પૌબસેને બીવીસીને જણાવ્યું હતું કે, ‘અમે સંરક્ષણ ખર્ચ તો વધાર્યાે જ છે, પરંતુ ટ્રમ્પ દ્વારા કરાયેલાં આ વિધાનો માત્ર વિધિની વક્રતા જ દર્શાવે છે.’ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ટાપુનો કબ્જો લેવો અને તેની માલિકી હોવી તે અમેરિકા માટે અનિવાર્ય જરૂરિયાત છે.

પૌલસેને વધુમાં જણાવ્યું હતું કે, અમારાં નવા સંરક્ષણ બજેટમાં બે નવા ઈન્સ્પેકશન શિપ્સ, બે લોન્ગરેન્જ ડ્રોન્સ અને બે વધારાની ‘સ્લેજ ડોગ ટુકડીઓ’ સમાવિષ્ટ છે. આ ઉપરાંત અમે ગ્રીન લેન્ડનાં પાટનગર ‘નુક’માં અમારા આર્ટિક કમાન્ડના સૈનિકોની પણ સંખ્યા વધારવામાં આવી છે અને ત્રણે સિવિલીયન એર મોર્ટસને અપગ્રેડ કરી યુધ્ધ વિમાનો ચઢી ઉતરી શકે તેવી ઉતરાણ પટ્ટીઓ પણ બનાવાઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.