વૈદિક ડેન્ટલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ડેન્ટલ ચેકઅપનો કેમ્પ યોજાયો

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપી કોલેજમાં સંસ્થાનાં સાંસ્કૃતિક મંત્રી મંડળના નેજા હેઠળ વૈદિક ડેન્ટલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દમણ દ્વારા વાપી ખાતે આજ રોજ ડેન્ટલ ચેકઅપનો કેમ્પ યોજાયો
તેમાં અમારી સંસ્થાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. એટલુંજ નહીં પરંતુ દાંતની સાવચેતી કોઈ રીતે રાખી શકાય તે અંગે પણ સુંદર અને સરળ ભાષામાં વિધાર્થીઓને સમજૂતી આપી હતી.
આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલનભાઈ દેસાઈ સાહેબ તેમજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી,ડૉ.અમી ઓઝા, ડો.મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ- અશોક જાેષી, વલસાડ)