ડીઓડરન્ટ છાંટવાનો શોખ છેઃ તેમાં રહેલા ઝેરી તત્વોને કારણે એટેક પણ આવી શકે છે
૧૪ વર્ષની બાળકીએ ડીઓડરન્ટ છાંટવાનાં કારણે જીવ ગુમાવ્યો-ડિઓડરન્ટ્સમાં હાજર રસાયણો માત્ર ત્વચાને નુકસાન પહોંચાડતા નથી પરંતુ શરીર પર બળતરા અને ફોલ્લીઓનું કારણ પણ બને છે
નવી દિલ્હી, રોજિંદા જીવનમાં આજના સમયમાં લગભગ દરેક જણ કોઈને કોઈ સમયે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ આજે એક રોજિંદી આદતોમાંથી એક બની ગયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે છે કે તેનાથી સીધુ જ નુકસાન થઈ શકે છે.
કેટલીકવાર આ ડિઓડરન્ટ્સમાં હાજર રસાયણો માત્ર ત્વચાને જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ શરીર પર બળતરા અને ફોલ્લીઓનું કારણ પણ બને છે. આટલું જ નહીં, ડિઓડરન્ટના ઉપયોગને કારણે એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ઇંગ્લેન્ડના ડર્બીમાં રહેતી ૧૪ વર્ષની છોકરીનું ડિઓડોરન્ટ છાંટવાથી મોત થયું છે. જાે કે આપણાં માટે તો આ એક ખૂબ જ સામાન્ય આદત છે, ડોકટરોના જણાવ્યા અનુસાર ડીઓડરન્ટનો ઉપયોગ કર્યા પછી છોકરીને હાર્ટ એટેક આવ્યો હતો કારણ કે તેણે એરોસોલ શ્વાસમાં લીધો હતો.
કાર્ડિયાક અરેસ્ટ એ એક એવી મેડિકલ ઈમરજન્સી છે અને એક જીવલેણ સ્થિતિ છે જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ એવી ૧૪ વર્ષીય જ્યોર્જિયા ગ્રીને તેના રૂમમાં ડિઓડોરન્ટ છાંટ્યું હતું. આ પહેલા, તેણીની તબિયત ક્યારેય બગડી ન હતી, પરંતુ જ્યોર્જિયાનું તે દિવસે ડીઓ છાંટ્યા પછી મૃત્યુ થયું હતું.
જ્યોર્જિયા તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. જ્યોર્જિયાના પિતાએ જણાવ્યું હતુ કે તે ઓટીઝમથી પીડિત છે અને તેને ધાબળા પર ડીઓ સ્પ્રે કરવાનું પસંદ હતું. કારણ કે તેનાથી તે હળવાશ અને શાંતિ અનુભવતી હતી. ડિઓડોરન્ટ્સમાં એરોસોલ હોય છે
જેમાં ઝેરી અને ગૂંગળામણ કરનારા રસાયણો અને વાયુઓ હોય છે જે જીવલેણ હોઈ શકે છે અને આવી ઘટનાઓ માત્ર બાળકો સુધી મર્યાદિત નથી. નિષ્ણાતો કહે છે કે તેના વિશે જાગૃતિ ફેલાવવા અને સલામત ઉપયોગને પ્રોત્સાહન આપવાથી આવી ઘટનાઓને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
આ ઉત્પાદનોને બાળકોની પહોંચથી દૂર રાખવા અને બાળકો સાથે તેનો ઉપયોગ મર્યાદિત રાખવો અથવા ટાળવો હિતાવહ છે. તેના બદલે, માતાપિતા ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી શકે છે.
કાર્ડિયાક અરેસ્ટ એ એક એવી મેડિકલ ઈમરજન્સી છે અને એક જીવલેણ સ્થિતિ છે જેમાં હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. આનાથી પીડિત વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ શકે છે અને જાેખમને રોકવા માટે તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.