Western Times News

Gujarati News

‘દેવરા’ની બોક્સઓફિસ પર ગતિ નબળી પડી

મુંબઈ, જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘દેવરા પાર્ટ ૧’ ૨૭ સપ્ટેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ છે. કોરાતલા સિવાની આ એક્શન ડ્રામા ફિલ્મને પહેલા અઠવાડિયે ૧૪૨ કરોડની કમાણી થઈ હતી. પહેલાં અઠવાડિયા બાદ ફિલ્મ ભારતમાં ૧૬૦ કરોડ અને વિશ્વસ્તરે ૨૫૦ કરોડની કમાણી કરી છે.

તેથી એવી આશાઓ સેવાઈ રહી હતી કે આ ફિલ્મ ઘણાં રેકોર્ડ તોડી નાખશે. જોકે, હવે બીજા અઠવાડિયે આ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલા અઠવાડિયે ભારતમાં ૨૦૮ કરોડની આવક થઈ જ્યારે પહેલા અઠવાડિયે ૨૨૦ કરોડની કમાણીની આશા હતી.

પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોની સરખામણીએ આ આંકડા એટલાં ઐતિહાસિક નથી. જો આ ઐતિહાસિક આંકડાઓવાળી ફિલ્મોની વાત કરીએ તો એસ એસ રાજામૌલીની ૨૦૧૭માં આવેલી ‘બાહુબલી ૨’એ પહેલાં જ અઠવાડિયે ૫૪૦ કરોડની કમાણી કરી લીધી હતી.

આ જ રીતે જુનિયર એનટીઆરની ‘આરઆરઆર’એ ૨૦૨૨માં પહેલાં જ અઠવાડિયે ૪૭૯ કરોડની કમાણી કરી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘એનિમલ’ અને શાહરુખ ખાનની ‘જવાન’એ ૩૩૮ કરોડ અને ૩૯૦ કરોડની કમાણી કરી હતી.

તો આ વર્ષે જ આવેલી પ્રભાસની ‘કલકી ૨૮૯૮ એડી’, જેમાં દીપિકા પાદૂકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન જેવા કલાકારો હતાં, તેણે ૪૧૫ કરોડી કમાણી કરી હતી. ‘દેવરા’માં સૈફ અલી ખાન મુખ્ય વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મની સિક્વલનું કામ પહેલાંથી જ શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ એ પહેલાં જુનિયર એનટીઆર પ્રશાંત નીલની ફિલ્મનું કામ પૂરું કરશે, જે ફિલ્મ ૯ જાન્યુઆરી,૨૦૨૬ના દિવસે રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.