Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનુ અયોધ્યા પ્રયાણ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના છ પ્રખંડ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, આંતરસૂબા લાંબડીયા પોશીનાના કુલ ૨૪ કાર્યકર્તાઓ તથા ૧૯૯૦ તથા ૧૯૯૨ ની કારસેવામાં ઉપસ્થિત ૬૦ કાર્યકર્તાઓ મળી કુલ ૮૪ કાર્યકર્તા બંધુઓ તારીખ ૧૦-૨-૨૪ ને શનિવારના રોજ જયશ્રી રામ તથા ભારત માતાકી જયના નારા લગાવી ભગવાન શ્રીરામ લલાના દર્શન માટે અયોધ્યા જવા પ્રયાણ કર્યું.

ખેડબ્રમા પેટ્રોલ પંપથી આ કાર્યકર્તાઓ લક્ઝરી બસ દ્વારા પહેલાં પાલનપુર અને પાલનપુરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા ભાવનગર અયોધ્યા પહોંચશે. આ કાર્યકર્તાઓમાં સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ રામજી મહારાજ, જિલ્લા કોષાઅધ્યક્ષ અતુલભાઇ ગાંધી, જિલ્લા બજરંગ દળ સંયોજક ધ્રુવીલભાઈ જોશી,

સેવા પ્રમુખ જયંતીભાઈ તથા મણીભાઈ સુથાર, સમરસતા સંયોજક યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, ગાંધીનગર વિભાગ ગૌસેવા પ્રમુખ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સાબરકાંઠા જિલ્લાના સંયોજક મહેન્દ્રભાઈ પટેલ તથા વીએચપીના વાલી બાબુભાઈ પરમાર વિગેરે આજરોજ ખેડબ્રહ્માથી અયોધ્યા તરફ પ્રયાણ કરેલ છે. ખેડબ્રહ્મા શહેરમાંથી ઘણા કાર્યકર્તાઓ તેમને વિદાય આપવા માટે પેટ્રોલ પંપે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.