હીરામાં મંદીઃ૮ દિવસમાં મહિલા સહિત ૪ રત્નકલાકારના આપઘાત
સુરત, હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ હોવાથી ૮ દિવસમાં આર્થિક રીતે કંટાળી એક મહિલા સહિત ૪ રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે.
છેલ્લા દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યુ છે. ખાસકરીને રશિયા અને યુક્રેનના યુધ્ધ પછી માર્કેેટમાં હીરાની આયાત ઘટી હતી. બીજી તરફ હાલ અમેરીકામાં પણ મંદી હોવાથી તેની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. અને સુરતના હીરાની માંગમાં ઘટાડો થયો છે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયુ હતુ કે ગુજરાતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોની સમસ્યાઓ ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારના વિવીધ વિભાગોમાં રજુઆત કરવા છતાં રત્નકલાકારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ નથી.