AAPના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની ધરપકડ કયા કારણસર થઈ?
સીબીઆઈએ દારૂ કૌભાંડના કેસમાં ૮ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરીઃ AAPના કાર્યકરોએ CBI કચેરી બહાર ઉગ્ર દેખાવો કર્યા, અનેક નેતા-કાર્યકરોની અટકાયત
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની શરાબ ઘોટાલાના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી છે. સીબીઆઈએ મનિષ સિસોદીયાને પૂછપરછ માટે બોલાવ્યાં હતા. ૮ કલાકની લંબાણપૂર્વકની પૂછપરછના અંતે તપાસનીશ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી.
Deputy Chief Minister Manish Sisodia was arrested for what reason?
સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થતા પહેલા તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. જ્યાંથી તેઓ રાજઘાટ ગયા હતા. અહીં તેમને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને નમન કર્યાં હતા. ઘરથી નિકળ્યા ત્યારે હસતા મોઢે તેમણે વિક્ટ્રીની સાઈન દર્શાવી હતી. મનિષ સિસોદીયા વિશાળ રોડ શો કરીને સીબીઆઈ કચેરી ગયા હતા. મનિષ સિસોદીયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યું હતુંકે, આ લોકતંત્ર માટે કાળો દિવસ.
ADANI का नौकर कौन है?
MODI है, मोदी है।#ModiFearsKejriwal pic.twitter.com/ea3BOUQd2e
— AAP (@AamAadmiParty) February 26, 2023
સીબીઆઈએ તેમની પૂછપરછ માટે સવાલોનો એક ડીટેલમાં સેટ તૈયાર કર્યો હતો. તેમજ સીબીઆઈ મુખ્યાલયની આસપાસ પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી હતી. જેની જાણકારી પોલીસે બેનરો મારફતે આપી હતી. સીબીઆઈની પૂછપરછ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદીયાની ધરપકડ થાય તેવી શકયતાઓ વ્યક્ત કરી હતી.
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભગવાન તમારી સાથે છે મનિષ. લાખો બાળકો અને તેમના પરિવારજનોની પ્રાથના તમારી સાથે જ છે. જ્યારે આપ દેશ અને સમાજ માટે જેલ જાવ છો તો જેલ જનાર દુષણ નહીં પરંતુ ભુષણ હોય છે. ભગવાનને પ્રાથના કરું છું કે, તમે ઝડપથી જેલમાંથી બહાર આવશો, દિલ્હીના બાળકો-તેમના પરિવારજનો અને અમે તમારી રાહ જાેઈશું.
झूठे केस में @msisodia जी को गिरफ़्तारी लाखों बच्चों की अवमानना है
कहते थे कि School बना दोगे तो Jail बनाने की ज़रूरत नहीं पड़ेगी
लेकिन इन्होंने तो School बनाने वाले को ही Jail भेज दिया है
Jail तो LIC-SBI का पैसा खाने वाले को जाना चाहिए था
-CM @BhagwantMann #ModiFearsKejriwal pic.twitter.com/qLREtbrsfc
— AAP (@AamAadmiParty) February 26, 2023
રિપોર્ટ્સ અનુસાર એક અધિકારીએ પૂછપરછ દરમિયાન સિસોદિયાનું નામ લીધું, જેના આધારે તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. એક્સાઇઝ વિભાગના એક ૈંછજી અધિકારીએ પૂછપરછ દરમિયાન સિસોદિયાનું નામ લીધું હતું. અધિકારીએ કહ્યું હતું કે, સિસોદિયાએ એવી લીકર પોલીસી બનાવી હતી, જેનાથી સરકારને નફો ન થાય, વેપારીઓને મોટો ફાયદો થાય. આ નિવેદનના આધારે સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી.
સિસોદિયાની ધરપકડ પર આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ સંજય સિંહે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- સિસોદિયાની ધરપકડ એ સરમુખત્યારશાહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદીયા પૂછપરછ માટે જતા પહેલાં ટ્વીટ મારફતે કહ્યું હતું કે, હું આજે ફરી સીબીઆઈ ઓફિસ જઈ રહ્યો છું, હું સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.
ये BJP की Modus Operandi है कि अपने राजनीतिक दुश्मनों को झूठे Case में Jail में डाल दो
एक समय था जब किसी के Arrest से पहले क़ानून की धाराओं का इस्तेमाल करना पड़ता था
आपको अदालत में सुबूत देकर साबित करना पड़ता था कि Arrest की क्यों ज़रूरत है?
–@Saurabh_MLAgk #ModiFearsKejriwal pic.twitter.com/MqwTCrozRj
— AAP (@AamAadmiParty) February 26, 2023
લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ મારી સાથે છે. જાે મારે થોડા મહિના જેલમાં રહેવું પડશે તો પણ મને વાંધો નથી. તેઓ ભગતસિંહના અનુયાયી છે, દેશ માટે ભગતસિંહ ફાંસીના માંચડે ચઢી ગયા હતા. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહેલા રાજઘાટ ગયા હતા. ત્યારબાદ સવારે ૧૧ વાગે સીબીઆઈ ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ પહોંચ્યા હતા.
मनीष सिसोदिया जी को में व्यक्तिगत रूप से अनेक बार मिला हूँ। कई मोके पर उनसे लंबी लंबी बाते करने का मौक़ा मिला है।
जब भी उनसे बात हुई तो वो देशभर की शिक्षा ठीक कैसे हो उसको लेकर अपनी चिंता, अपना प्लान, अपनी तैयारी के बारे में बताते थे।
वो एक सच्चे देशभक्त है। हम उनके साथ है। https://t.co/f7h8KL0qGL
— Gopal Italia (@Gopal_Italia) February 27, 2023
કાર્યકરો કોઈપણ પ્રકારનો હોબાળો ન કરે અને તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ શનિવારે મોડી રાત સુધી આ બાબત પર નજર રાખી રહ્યા હતા અને વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત હતા.
PM Modi ने देश के No. 1 शिक्षा मंत्री @msisodia को गिरफ़्तार करने के लिए पूरी ताक़त लगा दी है।#ModiFearsKejriwal pic.twitter.com/UqkLb4jd0l
— AAP (@AamAadmiParty) February 26, 2023
મનિષ સીસોદીયાની પૂછપરછ અને ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ સીબીઆઈ કચેરી નજીક દેખાવો કર્યાં હતા. દરમિયાન દેખાવો કરતા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયનો સમાવેશ થાય છે.
આપના નેતાઓની અટકાયત મામલે દિલ્હી પોલીસે કહ્યું કે, સીબીઆઈ ઓફિસની આસપાસ કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી હતી અને આ નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ મનીષ સિસોદિયાની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. તેણે ટ્વીટ કર્યું હતું કે, ગાલિબ ગુનો કરીને ક્યાં જશો, આ જમીન-આકાશ બધું જ છછઁનું છે! આપના સાંસદ સંજય સિંહે મનીષ સિસોદિયાની ધરપકડને તાનાશાહી ગણાવી હતી.
मैं Jail चला जाऊं तो अफ़सोस मत करना.. गर्व करना 🔥
लाखों मनीष सिसोदिया पैदा होंगे,
देखते हैं Modi जी कितनों को रोकते हैं।-Dy. CM @msisodia #ModiFearsKejriwal pic.twitter.com/qtJj6cGffl
— AAP (@AamAadmiParty) February 26, 2023
તેમણે ટ્વીટ કર્યું કે, મનીષ સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે. મોદીજી, તમે એક સારા વ્યક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મંત્રીની ધરપકડ કરીને સારું કર્યું નથી, ભગવાન પણ તમને માફ નહીં કરે. એક દિવસ તમારી તાનાશાહી ચોક્કસપણે અંત આવશે મોદીજી.
બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે, ‘આખરે મનીષ સિસોદિયાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ થઈ છે, દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય મનીષ સિસોદિયાને લાગી છે, સત્યેન્દ્ર જૈન પછી કેજરીવાલના વધુ એક ભ્રષ્ટ મંત્રી જેલમાં ગયા.
હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. આમાંથી બે લોકો જેલમાં ગયા છે. હવે કેજરીવાલનો નંબર છે.