ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યા
નવી દિલ્હી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફર્લાે મળી ગયો છે. રામ રહીમને ૨૧ દિવસની છૂટ મળી છે, ત્યારબાદ તે મંગળવારે સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો.રામ રહીમને મંગળવારે સવારે લગભગ ૬.૩૦ વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ હરિયાણાની સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
તેઓ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લાેનો સમયગાળો વિતાવશે.બળાત્કારના ગુનેગાર ગુરમીત રામ રહીમ સિંહે જૂન ૨૦૨૪માં ફરી એકવાર ફર્લાેની માંગ કરી હતી. રામ રહીમે ૨૧ દિવસની છૂટ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યાે હતો.
પરંતુ અગાઉ ફેબ્›આરીમાં હાઈકોર્ટે હરિયાણા સરકારને તેની પરવાનગી વિના ડેરા સચ્ચા સૌદાના વડાને વધુ પેરોલ ન આપવા જણાવ્યું હતું. તે સમયે હાઈકોર્ટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ડેરા સચ્ચા સૌદાના વડાને કામચલાઉ મુક્તિની મંજૂરીને પડકારવામાં આવી હતી.
ગુરમીત રામ રહીમ સિંહ તેની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે અને તે રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ છે. તેને ૧૯ જાન્યુઆરીએ ૫૦ દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો હતો. તે પણ ૧૦ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.
ફર્લાે રજા જેવો છે, જેમાં કેદીને થોડા દિવસો માટે મુક્ત કરવામાં આવે છે. ફર્લાેના સમયગાળાને કેદીની સજા અને તેના અધિકારમાંથી રાહત તરીકે જોવામાં આવે છે. આ ફક્ત તે કેદીઓ માટે જ ઉપલબ્ધ છે જેમને સજા થઈ છે. તે સામાન્ય રીતે લાંબા સમયથી સજા પામેલા કેદીને આપવામાં આવે છે. તેનો હેતુ એ છે કે કેદી તેના પરિવાર અને સમાજના સભ્યોને મળી શકે. તે કોઈપણ કારણ વગર પણ આપી શકાય છે.
જેલ રાજ્યનો વિષય હોવાથી, દરેક રાજ્યમાં ફર્લાે સંબંધિત અલગ-અલગ નિયમો છે. ઉત્તર પ્રદેશમાં ફર્લાે આપવાની કોઈ જોગવાઈ નથી.ફર્લાે અને પેરોલ બે અલગ વસ્તુઓ છે. જેલ એક્ટ ૧૮૯૪માં આ બંનેનો ઉલ્લેખ છે. ફર્લાે માત્ર દોષિત કેદીઓ માટે જ ઉપલબ્ધ છે.
જ્યારે પેરોલ પર આવેલા કોઈપણ કેદીને થોડા દિવસો માટે મુક્ત કરી શકાય છે. આ સિવાય ફર્લાે આપવા માટે કોઈ કારણની જરૂર નથી. પરંતુ પેરોલ માટે કોઈ કારણ હોવું જોઈએ.
પેરોલ ત્યારે જ મંજૂર કરવામાં આવે છે જ્યારે કેદીના પરિવારમાં કોઈનું મૃત્યુ હોય, લોહીના સંબંધમાં કોઈના લગ્ન હોય અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કારણ હોય. કેદીને પેરોલ પણ નકારી શકાય છે. પેરોલ અધિકારી એમ કહીને ના પાડી શકે છે કે કેદીને મુક્ત કરવો સમાજના હિતમાં નથી.SS1MS