દેરાણી-જેઠાણીને થયો એક જ યુવક સાથે પ્રેમ
કૂવામાં દેરાણી અને જેઠાણી તેમજ યુવકે ઝંપલાવ્યું હતુ પરંતુ મહિલાઓના મોત થયા અને પ્રેમી બચી ગયો
કૂવામાંથી દેરાણી અને જેઠાણીનો મૃતદેહ મળ્યો
નવી દિલ્હી,પ્રેમ કહાણીનો અંજામ ઘણીવાર કરુણ હોય છે, ખાસ કરીને જ્યારે કોઈને પોતાના જીવનસાથીની હયાતિમાં અન્ય સાથે પ્રેમ થાય. પ્રેમમાં પાગલ થયેલા કેટલાક લોકો જીવ આપવા તો કેટલાક જીવ લેવા પણ તૈયાર થઈ જાય છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં પ્રેમ કહાણીના કિસ્સામાં જે ઘટના બની છે, તે રૂવાંડા ઉભા કરી દે તેવી છે. સમગ્ર કિસ્સો વાલાધોધરી પોલીસ સ્ટેશનના હદમાં આવતા પરાસિયા બૈતૂલ ગામની છે.
જ્યાં લગ્ન બાદ દેરાણી અને જેઠાણીને એક જ યુવક સાથે પ્રેમ થયો હતો. ચાર દિવસ પહેલા જ બંને પોતાના ગામ સોન પઠારથી ભાગી ગઈ હતી. તેઓ જે દિવસે ગુમ થઈ તે દિવસે ગામનો યુવક, જેની સાથે બંનેને પ્રેમ થયો હતો તે પણ ગાયબ હતો. ત્રણેય ભાગીને યુવકના જીજાજીના ગામમાં રહેવા લાગ્યા હતા. જાે કે, દેરાણી-જેઠાણીને ક્યાં ખબર હતી કે તેમના સપનાઓ પર ખૂબ જલ્દી તૂટી જશે.
સમાજ તેમના સંબંધોને નહીં સ્વીકારે તે હકીકત જાણતી દેરાણી, જેઠાણી અને પ્રેમીએ ત્રણેયે ગામના કૂવામાં ઝંપલાવ્યું હતું. જાે કે, યુવક ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ગયો હતો અને બંને મહિલાઓનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસની ટીમે બંને મહિલાઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો બીજી તરફ સોન પઠારથી મૃતક મહિલાઓના પતિ અને પરિવારજનો પરાસિયા બૈતૂલ ગામ પહોંચ્યા હતા.
પોલીસે તરત બચીને નાસી ગયેલા યુવકને પકડી પાડ્યો હતો અને હાલ તેની કડક પૂછપરછ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેયે એક સાથે જ છલાંગ લગાવી હતી. મહિલાઓના મોત થયા હતા જ્યારે યુવક બચી ગયો છે. આ કિસ્સામાં કાવતરું ઘડાયું હોવાની સ્થાનિક પોલીસને આશંકા છે.
પોલીસ યુવકની પૂછપરછ તો કરી રહી છે પરંતુ તે કોઈ સવાલનો જવાબ યોગ્ય રીતે આપી રહ્યો નથી. પોલીસ બંને મહિલાઓના પરિવારજનોને પણ તેમના યુવક સાથે ક્યારથી સંબંધો હતા તે વિશે પૂછપરછ કરી રહી છે. જાે કે, પરિવારનું કહેવું છે કે તેમને આ વિશે પહેલા જાણકારી નહોતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલાઓ ગુમ થતાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કૂવામાંથી તેમના મૃતદેહ મળ્યા છે ત્યારે તેમને ધક્કો માર્યો હોવાની પણ પોલીસને શંકા છે.ss1