દેસાઈવાડાથી ગોધરા રોડ સુધી નડતરરૂપ દબાણોનો સફાયો
નગરપાલિકની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી
દાહોદ, દાહોદ શહેરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે શહેરના દેસાઇવાડા વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી.
દેસાઇ વાડામાં કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. રસ્તામાં નડતરરૂપ દબાણ તોડી પડાયા હતા. નગરપાલિકની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
દાહોદ શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીના અધિકારીઓથી લઈ દાહોદ વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં દબાણોની માપણી પણ કરવામાં આવી હતી.
માપણી થયા પછી રસ્તામાં આવતા દબાણો ઉપર માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. માર્કિંગ કર્યા પછી દબાણ દૂર કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી.