Western Times News

Gujarati News

પત્ની હોવા છતા ફાયર ઓફિસર યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા

પ્રતિકાત્મક

વડોદરામાં યુવતીએ કહ્યું; આરોપી દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો જાેતો હતો

(હિ.મી.એ),વડોદરા,  રાજ્યમાં દુષ્કર્મની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર સામે દુષ્કર્મની ફરિયાદ નોંઘાઈ છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.

ફાયર ઓફિસર નિકુંજ આઝાદે યુવતીને પોતાના જાસામાં લઈને પત્ની સાથે છૂટાછેડા લીધાનું કહીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઘટના સંદર્ભે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફાયર ઓફિસર સામે યુવતીએ ફરિયાદ દાખલ કરી છે.

આ ઘટના સંદર્ભે મળતી માહિતી પ્રમાણે, વડોદરા ફાયર સ્ટેશનના વિવાદિત ઓફિસર નિકુંજ આઝાદ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીની ફરિયાદ પ્રમાણે, વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર નિકુંજ આઝાદે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

ત્યારબાદ યુવતી સાથે વડોદરાના સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઓફિસરને આટલેથી સંતોષ ના મળતા યુવતીને ગોવા અને અમદાવાદની હોટલમાં લઈ જઈને પણ દુષ્કર્મ અને અકુદરતી સેકસ કર્યું હતું.

મળતી માહિતી મુજબ નિકુંજ આઝાદે યુવતીને વડોદરામાં એક મકાન લઈ આપ્યું હતુ. યુવતીની જાસૂસી કરવા માટે નિકુંજ આઝાદે ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતા. યુવતીના ઘરમાં સામાન શિફ્ટ કરવા માટે અમદાવાદથી વડોદરા ફાયર વિભાગની એમ્બ્યુલેન્સનો પણ ઉપયોગ કર્યો હતો.

પત્ની હોવા છતા નિકુંજે યુવતી સાથે ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન કર્યા હતા. યુવતીની ફરિયાદ પ્રમાણે, વિવાદિત ઓફિસર નિકુંજ આઝાદે યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો પણ બનાવ્યો હતો, જેને લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હતો. આરોપી નિકુંજ આઝાદ યુવતી સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો જાેતો હોવાનો ખુલાસો પણ યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા જ નિકુંજ આઝાદ સામે તેની જ પત્નીએ દારૂનો નશો કરી ઘરે આવી ધમાલ મચાવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં નિકુંજ આઝાદ સામે પ્રોહિબીશનનો ગુનો પણ નોંધાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.