નિઃસંતાન હોવા છતાં ૧૬૦ બાળકોની મા છે આયશા ઝુલ્કા
મુંબઈ, ૯૦ના દશકની પોપ્યુલર અભિનેત્રી આયશા ઝુલ્કા ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં સક્રિય ધોરણે કામ કરી રહી છે. ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં આયશા અને આમિરની જાેડી લોકોને ખૂબ પસંદ આવી હતી.
આ ફિલ્મનું ગીત પહલા નશા આજે પણ લોકો શોખથી સાંભળે છે. તે ફિલ્મમાં આમિર અને આયશાની કેમિસ્ટ્રી લોકોને ગમી હતી. આયશા ઝુલ્કાએ સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી, અનેક અભિનેતાઓ સાથે ફિલ્મો કરી. પણ લગ્ન પછી તેણે ફિલ્મોને અલવિદા કહી દીધું. વર્ષ ૨૦૨૨માં આયશાએ કમબેક કર્યું.
હવે તે ઓટીટી શૉ કરવામાં વ્યસ્ત છે. આયશા ઝુલ્કાએ વર્ષ ૨૦૦૩માં બિઝનસમેન સમીર વાશી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના ૧૯ વર્ષ થઈ ગયા છે પરંતુ તેઓ હજી સુધી માતા-પિતા નથી બન્યા. આ તેમનો અંગત ર્નિણય હતો. વાતચીતમાં આયશા ઝુલ્કાએ પોતાની કારિકર્દી, ફિલ્મોમાંથી ગાયબ થવા પાછળનું કારણ, ડિજિટલ સ્પેસમાં કામ કરવાનો અનુભવ વગેરે વિશે વાત કરી હતી.
લગ્ન પછી ક્યારેય માતા નહીં બનવાના ર્નિણય વિશે પણ તેણે વાત કરી હતી. આયશા જણાવે છે કે, વાસ્તવમાં મેં ર્નિણય લીધો હતો કે હું ક્યારેય લગ્ન જ નહીં કરુ. મને લાગતુ હતું કે જાે હું લગ્ન નહીં કરુ તો બીજી ઘણી વસ્તુઓ કરી શકીશ.
બની શકે કે હું જે ખરાબ રિલેશનશિપમાં હતી, તેના કારણે મારી આવી માન્યતા થઈ ગઈ છે. મેં મારા ઘરના લોકોને આ ર્નિણય જણાવ્યો હતો અને તેઓ પણ સહમત હતા. પણ એક દિવસ મારા માતા અને બહેનની મુલાકાત એક મેડિટેશન ક્લાસમાં સમીર સાથે થઈ હતી. તેમને લાગ્યું કે સમીર મારા માટે સારા છે. તેમણે અમારી મુલાકાત કરાવી અને અમે એકબીજાને પસંદ આવવા લાગ્યા. આયશાએ આગળ જણાવ્યું કે, મેં જીવનમાં ભાવનાત્મક રીતે ઘણાં પડકારોનો સામનો કર્યો છે.
જ્યારે મેં પતિને જણાવ્યું કે, હું બાળકો વિશે શું વિચારુ છું તો તે પણ મારી વાત માની ગયા. સમીર અને મારા લગ્ન થયા તો અમે ગુજરાતના બે ગામ દત્તક લઈ લીધા. અમે ત્યાંના ૧૬૦ બાળકોની ખાણીપીણી અને શિક્ષણનો ખર્ચ ઉઠાવી રહ્યા છીએ. માતૃત્વની વાત કરીએ તો તે ૧૬૦ બાળકોને મુંબઈ લાવી નથી શકતી. માટે તે લાગણીનો અનુભવ કરવા હું ગામ જતી રહુ છું.
હું ત્યાં જઈને તેમની સાથે સમય પસાર કરુ છું. બાળકને જન્મ ના આપવાનો અમારો પોતાનો ર્નિણય છે અને અમે તેમાં ખુશ છીએ. આયશા ઝુલ્કા અત્યારે પોતાની કારકિર્દીની સેકન્ડ ઈનિંગ એન્જાેય કરી રહી છે. તે ૨૦૧૮માં આવેલી ફિલ્મ જીનિયસમાં જાેવા મળી હતી. આ જ વર્ષે તેની વેબ સીરિઝ હશ હશ પણ રીલિઝ થઈ છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે.SS1MS