સીએમ મમતાની ના છતાં રાજ્યપાલ મુર્શિદાબાદ હિંસાના પીડિતોને મળ્યાં

માલદા/કોલકાતા, પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના અનુરોધની પરવા કર્યા વગર રાજ્યના રાજ્યપાલ સી વી આનંદ બોસ મુર્શિદાબાદ હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોની મુલાકાત લીધી હતી.
બીજી તરફ રાષ્ટ્રીય માનવાધિકાર પંચઅને રાષ્ટ્રીય મહિલા પંચની ટીમોએ પણ રમખાણોના પીડિતોને મળવા માટે માલદા રાહત કેમ્પોની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ અને કેન્દ્રીય ટીમોની આ મુલાકાતોને ટીએમસીને રાજકીય ઉશ્કેરણી ગણાવીને તેની ટીકા કરી હતી.
રાજ્યપાલની મુલાકાત દરમિયાન માલદાના વૈષ્ણવનગરમાં પરલાલપુર હાઇસ્કૂલ રાહત શિબિરમાં રહેતા લોકોએ ફરિયાદ કરી હતી કે પોલીસે સેન્સરશીપ લાદી છે અને પોલીસ મુલાકાતીઓને પ્રવેશ આપતી નથી. અમે અહીં અમાનીય જીવન જીવી રહ્યાં છે.
આ શિબિર જેલ કરતાં પણ ખરાબ લાગે છે. પોલીસ અમારી સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરી રહી છે. અમને સૂકી રોટલી, કેળા અને વાસી ભાત આપવામાં આવે છે. અમે શરણાર્થી કેમ્પમાં છીએ કે અટકાયત સેન્ટરમાં તે કહેવું મુશ્કેલ છે.
૧૧-૧૨ એપ્રિલની મુર્શિદાબાદની હિંસા પછી આ રાહત કેમ્પમાં સેંકડો લોકોએ શરણ લીધું છે. કેમ્પમાં રાજ્યપાલે બાળકો સાથે વાતચીત કરી હતી અને વિસ્થાપિત પરિવારોની ફરિયાદો સાંભળી હતી. યાત્રા મુલતવી રાખવાનો મમતાએ અનુરોધ કર્યાે હોવા છતાં માલદા જવા નીકળેલા રાજ્યપાલે જણાવ્યું હતું કે તેઓ સ્વતંત્ર રીતે ગ્રાઉન્ડ રિપોટ્ર્સની ચકાસણી કરવા માગે છે.
પીડિતોને મળ્યા પછી હું મારી ભલામણો રજૂ કરીશ. વિસ્થાપિતોની મુલાકાત પછી રાજ્યપાલે જણાવ્યું હતું કે મહિલાઓએ કહ્યું કે તોફાનીઓએ આવીને તેમના ઘરો પર હુમલો કર્યાે હતો, તેમની સંપત્તિ લૂંટી હતી અને તેમને બળજબરીથી બહાર કાઢી મૂક્યાં હતાં.
અમાનવીય વ્યવહાર અંગેની ફરિયાદો વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેઓ વિગતવાર અહેવાલ માંગશે અને વહીવટીતંત્ર સાથે વાત કરશે.SS1MS