૨૦૦ જાનૈયાઓને સોનાની ચેઇન અને ૨૧ હજાર રોકડા આપવા છતાં પરિણીતાને આપ્યો ત્રાસ
અમદાવાદ, લગ્નના જાનૈયાઓને સાચવવાનો રિવાજ તો આપણા પરિવારોમાં વર્ષોથી ચાલી આવે છે. શહેરની પરિણીતાએ પોતાના સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, લગ્ન પત્યા બાદ સસરાએ પરિણીતાના પિતાને કહ્યુ હતુ કે, જાનમાં આવેલા ૨૦૦ જાનૈયાઓને સોનાની ચેઇન અને ૨૧ હજાર રૂપિયા આપો. સસરાનું સાંભળીને પિતાએ તેમની માંગણી સંતોષી હતી.
જોકે, લગ્નના બીજા દિવસથી પતિ અને સાસરીયાઓએ પુત્રવધૂને ત્રાસ આપીને કાઢી મૂકી હતી. જેથી તેણે સાસરિયાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના થલતેજના વૃન્દાવન બંગ્લોઝમાં રહેતા ૩૩ વર્ષની મહિલાના વર્ષ ૨૦૧૪માં સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.
તેમના લગ્નના ફેરા પૂરા થયા ત્યારે જ તેના સસરાએ પરિણીતાના પિતાને કહ્યું હતું કે, જાનમાં આવેલા ૨૦૦ લોકોને સોનાની ચેઈન અને રૂ.૨૧ હજાર આપવા પડશે. જેથી પિતાએ વ્યવસ્થા કરીને સામે તે તમામ લોકોને સોનાની ચેઈન અને રૂ.૨૧ હજાર રૂપિયા આપ્યા હતા.
લગ્ન કરીને સાસરીમાં ગયા તેના બીજા જ દિવસથી પતિ, સસરા, સાસુ અને નણંદે દહેજ માટે તેમજ નાની નાની બાબતે ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. પતિ પત્નીને ધમકાવીને કહેતો હતો કે, તારે હું કહું એટલું જ કરવાનું છે. મળતી માહિતી પ્રમાણે, આ દંપતીને સંતાનમાં ૫ વર્ષનો દીકરો છે. સાસરિયાંએ એક વર્ષ પહેલા પરીણિતાને ઘરમાંથી કાઢી મુકતા અમદાવાદ પિયર આવી હતી.
આ પરિણીતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં ૧૫ વર્ષની સગીરા તેના માતા-પિતા સાથે રહેતી હતી. તેની જ સોસાયટીમાં રહેતા ૧૬ વર્ષીય કિશોર સાથે સગીરાની મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના ઘરે આવતા-જતા હતા. ગત ૫ માર્ચે સગીરાની મોટી બહેન અને માતા-પિતા બહારગામ ગયા હતા. આ દરમિયાન, સગીરાએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.
સગીરાની મોટી બહેન ઘરે આવી જતા સગીરા અને સગીરને સાથે બેસેલ જોઈ ગઈ હતી. જેથી સગીર ગભરાઇને ત્યાંથી નીકળી ગયો હતો. આ બાદ, સગીરાને ડર લાગ્યો કે, બહેન તેના માતા-પિતાને કહી દેશે, તે ડરથી તે ઘરમાં ઉપરના રૂમમાં ગઈ અને પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.SS1MS