તલોદ તા.પં.માં પક્ષના મેન્ડેટ અને વ્હીપ હોવા છતાં પણ ભાજપના બે સદસ્યો ગેરહાજર રહી છુપી નારાજગી વ્યકત કરી
સત્તાધારી પક્ષના મેન્ડેટ અને વ્હીપ હોવા છતાં પણ ભાજપના બે સદસ્યો ગેરહાજર રહી છુપી નારાજગી વ્યકત કરી હતી.
તલોદ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા પરંતુ પક્ષના જ સભ્યોમાં નારાજગી
તલોદ, તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગુરૂવારે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે દશરથસિંહ વેચાતસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ચેતનાબેન પ્રજ્ઞેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી વિજેતા બનેલા પ્રમુખ અને ઉપપ્રમુખને સદસ્યો, કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
તલોદ તા.પં.માં પ્રમુખપદના ઉમેદવાર માટે ભાજપના મેન્ડેટ ધરાવતા દશરથસિંહ ઝાલા તથા ઉપપ્રમુખ તરીકે ચેતનાબેન પટેલ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ગુરુવારે યોજાયેલી બેઠકમાં સત્તાધારી ભાજપના ૧૦, કોંગ્રેસના ૩ અને ૧ અપક્ષ મળી કુલ ૧૪ સભ્યો ઉપસ્થિત હતા જયારે ભાજપ પક્ષના ર, કોંગ્રેસના ૩ અને ૧ અપક્ષ મળી કુલ ૬ સભ્યો ગેરહાજર હતા.
તલોદ તા.પં.માં પ્રમુખપદ માટે સામાન્ય બેઠક જાહેર થઈ હોવા છતાં પણ પક્ષ દ્વારા પ્રમુખ તરીકેનું મેન્ડેટ બક્ષીપંચના ઉમેદવારને આપવામાં આવતા બે બિનઅનામત સભ્યોએ નારાજગી દર્શાવી સામાન્ય સભામાં ગેરહાજર હોવાનું જાેવા મળ્યું હતું.
સત્તાધારી પક્ષના મેન્ડેટ અને વ્હીપ હોવા છતાં પણ ભાજપના બે સદસ્યો ગેરહાજર રહી છુપી નારાજગી વ્યકત કરી હતી. જેના કારણે જિલ્લા સંગઠન અને ઝોન પ્રભારી હરકતમાં આવ્યા હતા અને નારાજ સદસ્યોની નારાજગી દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.