કરણે આમંત્રણ આપ્યા છતાં પણ દીપિકા શોમાં ના આવી

મુંબઈ, કરણ જાેહરના ફેમસ ચેટ શૉ કૉફી વિથ કરણની સાતમી સિઝનમાં દીપિકા પાદુકોણ ભાગ નથી લેવાની. નોંધનીય છે કે આ શૉમાં બોલિવૂડ સ્ટાર્સ ભાગ લે છે અને પોતાના અંગત જીવનને લગતા અનેક ખુલાસા કરતા હોય છે. સ્ટાર્સ પોતાની પાસ્ટ લાઈફ વિશે, લગ્ન જીવન વિશે પણ વાત કરતા હોય છે.
કોફી વિથ કરણની સાતમી સિઝનમાં અત્યાર સુધી રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અક્ષય કુમાર અને સામંથા રુથ પ્રભુ જાેવા મળ્યા છે. દર્શકો આ સિઝનમાં દીપિકા પાદુકોણને પણ કાઉચ પર જાેવા માંગતા હતા. વર્ષ ૨૦૧૦માં જ્યારે તે સોનમ કપૂર સાથે આવી હતી તેણે ઘણાં મોટા ખુલાસા કર્યા હતા. પરંતુ દીપિકાના ફેન્સે આ સિઝનમાં પણ નિરાશ થવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા પાદુકોણને કરણ જહોરે એપિસોડમાં હાજર રહેવા માટે એક પર્સનલ ઈનવિટેશન મોકલ્યુ હતું. પરંતુ અભિનેત્રીએ આ વિવાદાસ્પદ શૉથી દૂર રહેવાનો ર્નિણય લીધો હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, દીપિકા પાદુકોણે આ પ્રોજેક્ટ માટે હા નથી પાડી.
લાગી રહ્યું છે કે, અભિનેત્રીને શૉનો ભાગ બનવા માટે કોઈ પૂરતું કારણ નથી મળ્યું. નોંધનીય છે કે કરણ જાેહરે તાજેતરમાં જ જણાવ્યુ હતું કે દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર વાળો વર્ષ ૨૦૧૦નો એપિસોડ અત્યાર સુધીના સૌથી ચર્ચિત એપિસોડમાંથી એક હતો.
તે એપિસોડમાં દીપિકા અને સોનમે બોલિવૂડના અનેક સેલેબ્સ વિશે વાત કરી હતી. આ સિવાય તેમણે રણબીર કપૂર વિશે પણ અનેક નિવેદનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર દીપિકા અને સોનમ સાથે એક સમયે રિલેશનશિપમાં હતો.
કોફી વિથ કરણ સિઝન ૭ની વાત કરીએ તો પ્રથમ એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આવ્યા હતા. રણવીર અને આલિયા અપકમિંગ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં એકસાથે જાેવા મળશે. આલિયાએ રણબીર સાથે પોતાના લગ્નની પણ ઘણી જાણકારી આપી હતી.
બીજા એપિસોડમાં સારા અલી ખાન અને જાહ્નવી કપૂર આવ્યા હતા. આ એપિસોડ પછી દર્શકોએ કરણ જાેહરની ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ દલીલ કરી હતી કે, કરણે જાહ્નવીનું સમર્થન કર્યું. ત્રીજા એપિસોડમાં અક્ષય કુમાર અને સામંથા રુથ પ્રભુ આવ્યા હતા. સામંથાએ પણ પોતાના છૂટાછેડાની વાત કરી હતી. આ એપિસોડમાં બન્ને સ્ટાર્સે ખૂબ મસ્તી કરી હતી.
દીપિકા પાદુકોણની વાત કરીએ તો, શક્ય છે કે અભિનેત્રી વિવાદોથી દૂર રહેવા માટે આ શૉથી પણ દૂર રહેતી હોય. દીપિકા પોતાના લગ્નજીવન વિશે પણ ખુલીને ચર્ચા કરવાનું ટાળવા માંગતી હોઈ શકે. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાસે અત્યારે ઘણી મોટી ફિલ્મો છે.SS1MS