વિક્રમી વૃદ્ધિ છતાં શેરબજાર રોકાણકારોને નફામાં બીજા ક્રમે
મુંબઈ, સેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત ૭૦,૦૦૦ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. વિક્રમી વૃદ્ધિ છતાં સેન્સેક્સ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને નફો આપવામાં બીજા સ્થાને રહ્યું છે.
ગયા અઠવાડિયે રેકોર્ડ રૂ. ૬૪,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામે પહોંચેલું સોનું, નફામાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જેણે ૩૪ ટકા વળતર આપ્યું હતું. ચાંદીએ પણ ૨૧ ટકાનો નફો આપ્યો છે. જાેકે, રૂપિયો, ક્રૂડ ઓઈલ અને બિટકોઈનના કારણે રોકાણકારોને નુકસાન થયું છે.
સેન્સેક્સ ૬૦,૦૦૦ પર પહોંચ્યો ત્યારે જાે કોઈએ ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આ અઠવાડિયે આ રકમ વધીને ૧.૧૬ લાખ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સના ૩૦માંથી ત્રણ શેરોએ સૌથી વધુ નફો આપ્યો હતો. એનટીપીસીએ ૧૩૧ ટકા વળતર આપ્યું છે, ટાટા મોટર્સે ૧૨૭ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૧૧૨ ટકા વળતર આપ્યું છે.
ઈમરજન્સીમાં સોનું સૌથી વધુ મદદરૂપ છે. ઘણા દેશોમાં તણાવ ચાલી રહેલો હોવા છતાં પણ સોનાએ સારું પ્રદર્શન કર્યું છે. ગયા અઠવાડિયે પણ તે પ્રથમ વખત રૂ. ૬૪,૦૦૦ની સપાટી સુધી પહોંચ્યું હતું. આવી સ્થિતિમાં, જેણે તેમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તે રકમ હવે ૧.૩૪ લાખ રૂપિયા થઈ જશે.
સોનાની જેમ ચાંદી પણ કિંમતી ધાતુઓમાં સામેલ છે. ચાંદીની કિંમતમાં પણ સોનાની જેમ વધ ઘટ થાય છે. તે પણ પહેલીવાર ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવને સ્પર્શી ગયો છે. ૧ લાખનું રોકાણ હવે ૧.૨૧ લાખ રૂપિયા થઈ ગયું છે.
એટલે કે ૨૧ ટકા નફો થયો હોવાનું કહી શકાય છે. ઘણા દેશો વચ્ચે તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જે બેરલ દીઠ ૩૫ ડોલરસુધી પહોંચ્યા પછી, તે ફરીથી ૯૦ ડોલરની કિંમતને સ્પર્શી ગયો હતો. હાલમાં તે ૭૫ ડોલરની આસપાસ છે.
૧ લાખનું રોકાણ ઘટીને ૯૫,૫૮૨ રૂપિયા થઈ ગયું છે. જેથી રોકાણકારોને ૪.૭ ટકાનું નુકશાન થયું કહી શકાય.રૂપિયો આ વર્ષે રોકાણકારોને નિરાશ કરી રહ્યો છે, જે ડોલર સામે સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે.
આમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ ઘટીને ૮૬,૮૩૭ રૂપિયા થઈ ગયું છે. ગયા વર્ષ સુધી જંગી નફો આપતું આ વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ હવે અડધી કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે.
૬૦,૦૦૦ ડોલર સુધી પહોંચ્યા બાદ હવે તે ૩૦,૦૦૦ ડોલર પર આવી ગયું છે. ૧ લાખનું રોકાણ હાલમાં ઘટીને ૯૮,૭૪૨ રૂપિયા થઈ ગયું છે. આપેલા આંકડાઓ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧૦ ડીસેમ્બર ૨૦૨૩ સુધીના છે. SS2SS