Western Times News

Gujarati News

વારંવાર રજૂઆત છતાં બાયપાસ માર્ગના પ્રશ્નનો ઉકેલ ન આવતા ધનસુરા સજ્જડ બંધ રહ્યું

ધનસુરા પંથકમાં અત્યાર સુધી માર્ગ અકસ્માતમાં સંખ્યાબંધ લોકોના જીવ ગયા છે

ધનસુરા, અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે નવરાત્રી ૧રઃ૦૦ વાગ્યા પછી બંધ કરવાનું અને બાયપાસના પ્રશ્ર અંગે રસ્તા રોકો થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને લાઠી ચાર્જમાં કેટલાક યુવાનો ઘવાયા હતા આ રસ્તા માટેની માગણી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ જિલ્લા પોલીસવડાને જિલ્લા કલેકટરે સ્પષ્ટ વાત કરી છે પરંતુ આર. એન્ડ બી. દ્વારા અભિપ્રાય બરાબર ન અપાયો હોવાના કારણે કામ થતુ ન હોવાનું જાણવા મળ્યું છે. આર. એન્ડ બી. વિભાગને ખબર હોવી જોઈએ કે

ધનસુરાની અંદર અત્યાર સુધીમાં ૩૦થી વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અત્યાર સુધીમાં મીટીંગો થઈ તેમાં આર. એન્ડ બી.ના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આશ્વાસન આપ્યું હતું છતાં આજદિન સુધી કોઈ નિર્ણય ન થતા હોબાળો થયો હતો અને લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા કારણ કે વારંવાર આવા બનાવો બને તે કોઈને પોસાય તેમ નથી.

આ સ્થળેથી ગાડીઓ ઓવરલોડ ભરી ફુલ સ્પીડમાં ધનસુરામાં થઈને પસાર થતી હોય છે ત્યારે દિવસ દરમિયાન ધનસુરામાં સ્કુલની અંદર સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે જેઓ બસ સ્ટેન્ડથી ચાલીને સ્કુલો સુધી પહોંચતા હોય છે.

જયારે ૧ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં આવતા હોય છે તેઓ ચાલીને જતા હોય છે. આ દરમિયાન અકસ્માત થાય તો કેટલાય છોકરાઓની જિંદગી બગડી શકે છે. આથી ગામ લોકો રોડ ઉપર ઉતરી ગયા હતા અને રસ્તા રોકી રહ્યા હતા.

ધનસુરા બંધનું એલાન અપાયું હતું આ અનુસંધાને ધનસુરા સંપૂર્ણપણે બંધ રહ્યું હતું ઉપરાંત પોલીસનો વિરોધ કર્યો હતો તો સત્વરે જે રીતે રૂપરેખા આપી છે તે રીતે સવારે છ વાગ્યાથી સાંજે ૯.૦૦ વાગ્યા સુધી ધનસુરામાં ટ્રાફિક બંધ કરવો અને તે ટ્રાફિકને ટોલનાકામાંથી પસાર થઈ માલપુર ચોકડી થઈ મોડાસા જવું અને મોડાસાથી માલપુર ચોકડી થઈ બાયડ તરફ જવું એ માગણી થઈ હતી પરંતુ આમાગણીને ન્યાય ન મળતા લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.