વોટ્સએપ ગ્રૂપનો એક માસ સુધી અભ્યાસ કર્યો છતાં આધેડે ૬૩.૭૯ લાખ ગુમાવ્યા
અમદાવાદ, શહેરમાં રહેતા એક આધેડ સાથે ૬૩.૭૯ લાખનું સાયબર ળોડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આધેડને અજાણ્યા વ્યક્તિઓએ એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. બાદ આધેડે તે ગ્રૂપમાં આવતા મેસેજનો એક માસ સુધી અભ્યાસ પણ કર્યાે હતો. જે બાદ ગઠિયાઓએ એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રોકાણ શરૂ કરાવ્યુ હતું.
ગઠિયાઓએ અલગ અલગ બેંક ખાતા આપીને શેરબજારમાં ટ્રેડીંગ કરવાના અને વધુ વળતરની લાલચ આપીને કુલ રૂ. ૬૩.૭૯ લાખ પડાવ્યા હતા.
આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઇટમાં રહેતા ૫૫ વર્ષીય કુશંગભાઇ મહેતાને કોઇ શખ્સોએ થોડા સમય પહેલા અજાણ્યા વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. કુશંગભાઇએ એક માસ સુધી આ ગ્રૂપમાં આવતા મેસેજનો અભ્યાસ કર્યાે હતો. જેમાં લોભામણી લાલચો આપીને ગઠિયાઓએ તેમની પાસે એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જે એપ્લિકેશન થકી રોકાણ શરૂ કરાવ્યું હતું. બાદમાં અલગ અલગ બેંક ખાતાઓ આપીને શેરબજારમાં ટ્રેડિંગ કરવાના નામે નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ વધુ વળતરની લાલચ આપીને કુલ રૂ. ૬૩.૭૯ લાખ ગઠિયાઓએ પડાવ્યા હતા. આરોપીઓએ રોકાણ કરાવેલા નાણાંથી ફાઇનાન્સ કંપનીઓમાં ૫૨.૪૯ લાખની લોન પણ લેવડાવી હતી. જે રોકાણના નાણાંનું કોઇ વળતર ન મળતા આખરે કુશંગભાઇએ આ મામલે પોલીસને અરજી આપતા સેટેલાઇટ પોલીસે પારિજાત સિંઘ, વિનિતા રાજપૂત અને અન્ય લોકો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.SS1MS