ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં તે આવે છે ક્યાંથી?
ચાઈનીઝ દોરી-તુક્કલના આંકડા સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે
(એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. ઉત્તરાયણ સમયે આ પ્રકારની ઘટના ઘણી વધી જાય છે. ઘણી વખત ચાઈનીઝ દોરીના કારણે લોકોના અને અબોલ પક્ષીઓ ગળા કપાતા મોતના બનાવો સામે આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા ગુજરાતમાં તે આવે છે ક્યાંથી?
ખુલેઆમ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે, છતા પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? આવા જ કેટલાક સવાલ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર રોક લગાવવાની માગ કરાઈ છે. જે મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવાની સૂચના આપી છે.
ગયા વર્ષે ઉત્તરાયણમાં ૧૩ હજાર પક્ષી ઘાયલ આ મુદ્દે આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના ઘાતક માંજાથી માણસો તો ઘવાય જ છે, પક્ષીઓ પણ ઘવાય છે.
ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં ૧૩ હજાર જેટલાં પક્ષી ઘાયલ થયાં હતાં અને ૦૧ હજાર કરતાં વધુ પક્ષીનાં મોત થયાં હતાં. હાઈકોર્ટે જણાવાયું હતું કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ સામે રાજ્ય સરકાર દ્વારા સર્ક્યુલર અને નોટિફિકેશન જાહેર થયા છે. દ્ગય્્ અને હાઈકોર્ટના નિર્દેશો પણ આવી દોરીના ઉત્પાદક, વેચાણકર્તા, વાપરનારા પર પગલાં લેવા માટે અપાયેલા છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે આ ઉત્તરાયણ માટે પણ રાજ્ય સરકારે આ બાબતે પગલાં લીધાં છે. ચાઇનીઝ નાયલોન દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયેલો છે. આ કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિરુદ્ધ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજ્યના દરેક શહેરના પોલીસ કમિશનર, કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદક, વેચાણકર્તા, ખરીદનાર અને વાપરનારા સામે પગલાં લેવા જણાવાયું છે, જેની ડ્રાઇવ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા લોકોને અરેસ્ટ કરીને આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવે છે. આ મુદ્દે જાગરુકતા અભિયાન પણ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે,
જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ, ખેડાનો સમાવેશ થાય છે.ઉત્પાદક સામે પગલાં ન લેવાય તો પ્રતિબંધ શું કામનો? અરજદારના વકીલે જણાવ્યું હતું કે પોલીસ ઉત્પાદક સામે કોઈ પગલાં લેતી નથી, જ્યારે કોઈની પાસેથી ચાઇનીઝ દોરીની એક ફિરકી પકડાય અને હ્લૈંઇ થાય છે. ચાઇનીઝ માંજામાં મેટાલિક નાયલોન અને ઉપર ગ્લાસ કોટિંગ થાય છે. કોર્ટે કહ્યું હતું કે જો ચાઇનીઝ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે,
પરંતુ ઉત્પાદક સામે પગલાં ના લેવાય તો શું કામનું? જો ઉત્પાદક જ ઉત્પાદન નહિ કરે તો લોકો ચાઇનીઝ માંજો વાપરશે નહિ. સરકારી વકીલે જણાવ્યું હતું કે સુરત માંજા ઉત્પાદનનું હબ છે અને ત્યાં પગલાં ભરવામાં આવ્યાં છે. અરજદારે જણાવ્યુ હતું કે ફક્ત ચાઇનીઝ માંજો નહિ, પણ ગ્લાસ કોટેડ માંજા પર પણ પ્રતિબંધ છે. આ મુદ્દે થયેલી કામગીરીની વિગતો સાથે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આ જાહેરહિતની અરજી વર્ષ ૨૦૧૬માં સિદ્ધરાજસિંહ ચૂડાસમા અને બોમ્બે હ્યુમેનિટેરિયન લીગ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં પાછળથી પક્ષકાર તરીકે ઁઈ્છ પણ જોડાયુ હતું. આ અરજીમાં અરજદારે પતંગ ચગાવવા પર પ્રતિબંધની માગ કરી દીધી હતી. વળી, ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ કલોટિંગ દોરીઓ પર પ્રતિબંધની માગ કરી હતી.