તહેવારોની રજાઓ હોવા છતાં આ દિવસોમાં પણ રેશન દુકાન પરથી કરાયું અન્ન વિતરણ
ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની સહરાનીય કામગીરી
ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મહિને શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારો હોવાથી રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રેશન દુકાનઓ પરથી અંત અન્ન વિતરણની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
આમ, ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની સહરાનીય કામગીરી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના વિવિધ ગોડાઉન પરથી અનાજ, ખાંડ, બાજરી, સીંગતેલ, મીઠું સહિત તહેવાર નિમિત્તે તમામ જણસીનો જથ્થો રેશન સંચાલકઓને સતત મોડીરાત સુધી ગોડાઉન અને ઝોનલ કચેરીઓ તેમજ મામલતદાર કચેરી ખાતે સતત સંકલન કરીને તમામ રેશનનો જથ્થો પહોંચાડી વિતરણ વ્યવસ્થા સુચારુરુપે તહેવારોમાં પણ જાળવી રાખી છે.
અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર શ્રી તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી હેઠળની પંદર ઝોનલ કચેરીઓના મદદનીશ નિયામક શ્રીઓ અને ઝોનલ ઓફિસર શ્રીઓ ગોડાઉનમાં સતત સંકલન કરી રેશન સંચાલક ઓને ત્યાં તમામ જરુરી આવશ્યક રેશન જથ્થો પહોંચાડી વિતરણ વ્યવસ્થા અવિરત ચાલું રાખવામાં આવી છે.
સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સીંગ તેલ, ખાંડ સહિત અનાજ લાભાર્થીઓને મળી જાય અને તહેવારમાં ઉપયોગી થઈ શકે તે માટે આજે પણ દુકાનો પરથી વિતરણ ચાલુ છે જે બદલ સરકાર પ્રતિ આભાર વ્યક્ત કરતાં લાભાર્થીઓ @CMOGuj @Bhupendrapbjp @kunvarjibavalia @rcmeenaias @tmdholakia @InfoGujarat @jyotijasvant pic.twitter.com/BZ4lIxBiLQ
— FOOD CONTROLLER AHMEDABAD CITY (@Rationahmedabad) September 7, 2023
કોઈપણ ગરીબ BPL- અંત્યોદય તેમજ NFSA રેશનકાર્ડ ધારક શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારો સારી રીતે સહ પરિવાર સહિત ઉજવી શકે અને આવશ્યક રેશન જથ્થાથી વંચિત ના બને તેની સતત દેખરેખ રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. એટલુ જ નહિ સતત સમીક્ષા હાથ ધરી આ બાબતે લોકો ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે વિભાગ સતત કાર્યરત છે.
સૌથી ખાસ વાત એ છે કે, છેલ્લા બે દિવસથી મહિનાના શરૂઆતના દિવસો તહેવારોના હોવા છતાં પણ દુકાનો પર વધુમાં વધુ લોકોને જથ્થો મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.