ખાનગી ટ્યુશન ક્લાસીસના હેવાન બનેલા અંકલેશ્વરના શિક્ષકની અટકાયત
ગુરુ ટ્યુશન ક્લાસીસના શિક્ષક નીતિન ચૌહાણે ધો.૧૨ની વિદ્યાર્થિની સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
ભરૂચ, ભરૂચ જીલ્લામાં સગીરાઓ સાથે અડપલા, દુષ્કર્મ અને અત્યાચાર જેવા અનેક બનાવો સામે આવ્યા છે તેવામાં હવે અંકલેશ્વર પંથકના ખાનગી ટ્યુશન ક્લાસીસ ના શિક્ષકની હેવાનીયત સામે આવી હોય તેમ ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીનો એકલાતનો લાભ લઈ હાથ પકડી અડપલા કરી કિસ (ચુંબન) કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરતા પોલીસે નફ્ફટ શિક્ષક સામે પોક્સો અને છેડતીનો ગુનો દાખલ કરી પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૨ નો અભ્યાસ કરતી હતી તે વેળા અંકલેશ્વર શહેર હનુમાનવાડી આગળ આવેલ ઓમ ટાવરમાં નિતીન ચૌહાણનાઓ આજ ટાવરના પહેલા માળે આવેલ ગુરુ ક્લાસિસમાં ફિઝીક્સ વિષયનું ટ્યુશન લેતા હોય ફરિયાદી તેમને ત્યાં ટ્યુશને જતી હતી.
તે દરમ્યાન કોલેજ જવા લાગેલ હતી.આ નિતીન ચૌહાણનાઓને ત્યાં ટ્યુશને આવતા વિદ્યાર્થીઓનુ દર અઠવાડીયે એકવાર ટેસ્ટ લેતા હોય અને તે ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા માટે આ નિતીન ચૌહાણ શિક્ષક મને આજથી બે મહિના પહેલા જણાવતા હું તેમની પાસેથી વિદ્યાર્થીઓના ટેસ્ટની સપ્લીમેન્ટરી લેવા માટે બે વખત ગઈ હતી અને તે લઈ ભોગ બનનાર ઘરે તપાસી અને પછી તે સપ્લીમેન્ટરીઝ ભોગ બનનાર ગુરુ ક્લાસિસની સામે તરફ આવેલ મોચીની દુકાને આપી આવતી હતી.
ગતરોજ મારા ઘરે હાજર હતી ત્યારે સાંજના સમયે નિતીન ચૌહાણ શિક્ષકે તેમના મો.નં.૯૮૭૯૬૩૮૩૯૦ પરથી મારા મોબાઈલ ફોન પર કોલ કરી અને ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવાની છે તે લઈ જવા જણાવેલ જેથી ભોગ બનનાર સપ્લીમેન્ટરી લેવા ગુરુ ક્લાસિસ પર ગયેલ હતી.
ભોગ બનનાર ક્લાસમાં નિતીન ચૌહાણ સિવાય કોઈ હાજર ન હોતુ.નિતીન ચૌહાણ શિક્ષક ભોગ બનનારને સપ્લીમેન્ટરી આપેલ અને તે સંબંધે થોડી વાત કરી અને ભોગ બનનારને પુછેલ કે તને હું કેવો લાગુ છુ? તેમ કહી ભોગ બનનારનો હાથ પકડી જબરજસ્તી કરી કિસ (ચુંબન) કરેલ હતી,
જેથી ભોગ બનનાર તેમની ચૂંગલ માંથી છૂટી સપ્લીમેન્ટરીની થેલી મારા હાથમાં હોય તે સાથે લઈ ક્લાસ બહાર નીકળી અને ઘરે જતી રહેલ હતી અને વિદ્યાર્થીનીએ ઘરે તેણીની માતાને આ બનેલ હકીકત જણાવી હતી અને મારી મમ્મી તેમના મોબાઈલ ફોનથી આ નિતીન ચૌહાણના મોબાઈલ ફોન પર કોલ કરી અને તમે મારી દીકરી સાથે શુ કર્યું તેમ પુછતા તેમણે મારી મમ્મી સાથે વાતચીત કરી માફી માંગેલ હતી તે પછી નિતીન ચૌહાણની પત્નિએ પણ મમ્મીના મોબાઈલ ફોન પર કોલ કરી અને માફી માંગેલ હતી.
સમગ્ર પ્રકરણમાં શિક્ષકનું કૃત્ય માફીને લાયક ન હોય જેના કારણે સગીરા માતા સાથે પોલીસ મથકે પહોંચી નીતિન ચૌહાણ ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ ખાનગી ટ્યુશન ક્લાસની શિક્ષક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી કાયદસેસરની કાર્યવાહી હાથધરી હતી.