દિવાળીની બક્ષીસ માટે વેપારીને પરેશાન કરતા કિન્નરોની અટકાયત
(એજન્સી)અમદાવાદ, દિવાળી પહેલાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત યુનિવસીટી પોલીસે દાખલારૂપ કામગીરી કરી છે. ગુજરાત યુનિ. વિસ્તારમાં એક હોટલમાં દિવાળીની બક્ષીસ માંગવાના હેતુથી કેટલાક કિન્નરો ગયા હતા. આ કિન્નરોએ પ૧ હજાર રૂપિયાની માગણી કરી હતી.
જાેકે વેપારીએ સાત હજાર રૂપિયા આપવાનું કહીને કિન્નરોએ આનાકાની કરી હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસને જાણ થતાં પોલીસનો કાફલોલ ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે આ મામલે વેપારીઓને હેરાનગતિ ન થાય અને દાખલો બેસે તે માટે અરજી લઈને કિન્નરોની અટકાયત કરી હતી.
ગુજરાત યુનિ. વિસ્તારમાં એક હોટલ આવેલી છે. આ હોટલના વેપારી હાજર હતા ત્યારે બે દિવસ પહેલા કેટલાક કિન્નરો ત્યાં આવ્યા હતા. આ કિન્નરોએ દિવાળીની બક્ષીસ પેટે પ૧ હજારની માગણી કરી હતી. જેથી વેપારીએ આટલી મોટી રકમ આપવાની મનાઈ કરી વ્યવહારે સાત હજાર રૂપિયા આપવાનું કહેતા કિન્નરોએ આનાકાની કરી હતી.
જેથી કિન્નરોએ સાત હજાર રૂપિયા લેવાની મનાઈ કરી બોલાચાલી કરી હતી અને બાદમાં હોબાળો મચાવ્યો હતો. જેથી વેપારી ગભરાયા હતા અને કોઈ બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે તેમણે પોલીસને જાણ કરી હતી. ગુજરાત યુનિ.પીઆઈ આર.વી. વીછીએ તેમની ટીમને તાત્કાલીક મોકલી આપી કિન્નરોની અટકાયત કરી હતી.
આ મામલે પીઆઈ વીછીએ જણાવ્યું હતું કે વેપારીને હેરાન કરી પૈસા પડાવવાનો હેતુથી આ પ્રકારનું કૃત્ય કરનારને સબક શીખવાડવવા માટે અરજી લઈને સાત કિન્નરોની અટકાયત કરી પગલાં લેવાયા હતા. કોઈ પણ લોકો વેપારી પાસેથી ખોટી રીતે પૈસાની ગેરકાયદે ઉઘરાણી કરશે તો તેઓને બક્ષવામાં નહી આવે અને પોલીસ કાર્યવાહી કરશે.