દેવરકોંડાએ કલ્કિ ૨૮૯૮ એડીમાં અર્જુનનો કેમિયો કર્યાે છે
મુંબઈ, વિજય દેવરકોંડાએ ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં કેમિયો કર્યાે છે, તે હવે બધાં જ જાણે છે. જેણે આ ફિલ્મ નથી જોઈ તેમના માટે આ એક સ્પોઇલર હોઈ શકે છે પણ,નાગ અશ્વિનની આ ફિલ્મમાં વિજય દેવરકોંડાએ અર્જુનનો રોલ કર્યાે છે. મહાભારતના યુદ્ધમાં તે અમિતાભ બચ્ચન એટલે કે અશ્વત્થામાની સાથે યુદ્ધ લડતો દેખાય છે.
વિજયને આ રોલમાં જોઇને તેના ફૅન્સ અને ફઇલ્મના દર્શકોને સારી સરપ્રાઇઝ મળી છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. તેમાં વિજયે કલ્કિ માટે કેટલા રૂપિયા વસૂલ્યા તે અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલી છે.
વિજયે નાગ અશ્વિનની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘યેવાડે સુબ્રમણિયમ’માં પણ કામ કર્યું છે, કહેવાય છે કે તેણે ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં ળીમાં કામ કર્યું છે. કેટલાંક અહેવાલો અનુસાર વિજય દંવરકોંડાએ નાગ અશ્વિન પાસેથી એક પણ રૂપિયો વસૂલ્યો નથી.
એવી શક્યતા પણ છે કે વિજય ‘કલ્કિ’ની સિક્વલમાં પણ અર્જુનનો રોલ કરે. આ ફિલ્મમાં વિજય સિવાય દલકીર સલમાન, મૃણાલ ઠાકુર, રામ ગોપાલ વર્મા, એસએસ રાજામૌલી અને ફરીઆ અબ્દુલ્લાએ પણ કેમિયો કર્યા છે.
આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદૂકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મે અત્યાર સુધીમાં ૫૦૦ કરોડની કમાણી કરી લીધી છે. રવિવારે જ આ ફિલ્મે ભારતમાં લગભગ ૮૫ કરોડની કમાણી કરી છે. આમ, પહેલા અઠવાડિયે ફિલ્મ લગભગ ૩૦૨ કરોડની કમાણી કરી ચૂકી છે. તેમાં તેલુગુ ફિલ્મનો સૌથી મોટો ફાળો છે.SS1MS