નડિયાદ ખાતે દેવસ્ય શ્લોક સુપર સ્પેશિયાલિટી કિડની પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થઈ
અમદાવાદની કિડની અને પેશાબના રોગો માટેની જાણીતી બ્રાન્ડ એટલે દેવસ્ય કિડની હોસ્પિટલનો નડિયાદ સંતરામ મંદિરના ગાદીપતિ પ.પૂ શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે અને મહંત પ.પૂ શ્રી નિર્ગુણદાસજી મહારાજના હસ્તે શુભારંભ કરાયો. Devasya Shlok Super Specialty Kidney Plus Multi Specialty Hospital started at Nadiad
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ ઇફકો પરિવારના દેવાંગભાઈ પટેલ સહિત મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે હોસ્પિટલનો શુભારંભ કરાયો..
આ હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન ટેકનોલોજી વાડી સુવિધાઓ સાથે તમામ રોગોનું નિદાન કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ કે કેસ ફીના ₹100 જેવા નજીવા દરે દર્દીઓની સારવાર કરાશે… તેમજ દર્દીઓને આયુષ્માન કાર્ડ જેવી સુવિધાઓ નો પણ લાભ મળશે.