‘ભાભીજી ઘર પર હૈ’ના ફેમસ કોમેડિયનની આપવીતી
મુંબઈ, ટીવી જગતના જાણીતા અભિનેતા સાનંદ વર્માએ ઈન્ડસ્ટ્રીમાં ૧૫ વર્ષ પૂરા કર્યા છે. તેઓ ‘ભાભીજી ઘર પર હૈ’ શોં દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે, જેમાં તેમણે સક્સેનાજીની ભૂમિકા ભજવી હતી.
તાજેતરમાં સાનંદે તેમની કારકિર્દીમાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરતા કહ્યું કે, ‘મારે મારા કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હું શૂન્યમાંથી શરૂઆત કરીને આજે અહીં સુધી પહોંચ્યો છું.’
અભિનેતાએ કહ્યુંકે, ‘મેં શૂન્યથી શરૂઆત કરી હતી. અભિનયની દુનિયામાં આવતા પહેલા, હું જે નોકરી કરતો હતો તેમાંથી મળેલા તમામ પૈસા મેં મારા બંગલાની લોન ચૂકવવા માટે લગાવી દીધા. મારી પાસે હવે પૈસા બચ્યા ન હતા અને મને પૈસા બચાવવાની આદત ન હતી. હું આજ માટે જીવું છું અને પૈસા બચાવતો નથી. નોકરીના બધા પૈસા બંગલા પાછળ ખર્ચી નાખ્યા હતા.
આ સ્થિતિમાં શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. હું લોકલ ટ્રેનમાં ધક્કા ખાઈ શકતો ન હતો એટલે મેં ૫૦-૫૦ કિલોમીટર ચાલવાનું શરૂ કર્યું. જોકે શરૂઆતમાં છ મહિના સુધી આવું ચાલતું રહ્યું અને પછી મને એડ ફિલ્મો મળવા લાગી.સાનંદ વધુમાં જણાવે છે કે, જ્યારે હું ટીવી શા કરતો ત્યારે હું કેમિયો કરતો હતો. હું મારા અસલી ચહેરાને ઉજાગર કરવા માંગતો ન હતો, કારણ કે હું ફિલ્મ સ્ટાર બનવા માંગતો હતો. એટલા માટે હું ટીવી પર વધુ પડતો એક્સપોઝ થવા માંગતો ન હતો.
પરંતુ જ્યારે મેં સુશાંતસિંહ રાજપૂતને જોયો ત્યારે તે લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ માં લીડ રોલ કરી રહ્યો હતો અને પછી ફિલ્મ ‘કાઈ પો છે’ માં દેખાયો. મેં વિચાર્યું કે જો તે આટલે સુધી પહોંચી શકે, તો હું કેમ નહીં? તે જ સમયે મને ‘ભાભીજી ઘર પર હૈ’ ની ઓફર મળી હતી જેને મેં સ્વીકારી લીધી. પછી મને મર્દાનીમાં ઓફર મળી અને મેં ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. મેં મારી કારકિર્દીમાં અત્યાર સુધી ૨૫-૩૦ થી વધુ ફિલ્મો કરી છે.
સાનંદના કહેવા પ્રમાણે તેને બાળપણથી જ અભિનયમાં રસ હતો. તેમણે કહ્યું, ‘હું નેચરલ એક્ટર રહ્યો છું. મારો ઝુકાવ નાનપણથી જ અભિનયમાં રહ્યો છે. બાળપણમાં જ્યારે મેં થિયેટર કર્યું, ત્યારે પણ લોકોએ મારા ખૂબ વખાણ કર્યા. મેં ૧૨ વર્ષની ઉંમરે ૭૦ વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી. મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સાનંદે જણાવ્યું કે, હું હવે ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ માં જોવા મળીશ.SS1MS