Western Times News

Gujarati News

પાલીતાણાના કોળાંબા ધામમાં દેવાયતનો યોજાશે ડાયરો

રાજકોટ, રાજકોટમાં મયુરસિંહ રાણા પર મિત્રો સાથે હુમલો કરીને દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. પોલીસ દેવાયતને શોધી રહી હતી તેમ છતાં તે મળતો ન હતો.

જાે કે, હુમલાના થોડા દિવસો બાદ દેવાયત ખવડ નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને મયુરસિંહ પર હુમલાના કેસમાં પોલીસે તેને જેલ ભેગો કરી દીધો હતો. જેલમાં રહીને દેવાયતે બેથી ત્રણ વખત વિવિધ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જાે કે, કોર્ટે તેની જામીન અરજી રદ કરી દીધી હતી. અંતે જેલમાં ૭૨ દિવસ ગુજાર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને બિનશરતી જામીન આપ્યા છે.

જામીનના આધારે દેવાયત ૨૬ ફેબ્રૂઆરીના દિવસ રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. ૭૨ દિવસ જેલમાં હોવાથી દેવાયત ખવડના ડાયરાના અનેક કાર્યક્રમ કેન્સલ થયા હતા. જામીન પર બહાર આવ્યા બાદ ફરી એક વખત દેવાયત ખવડ ડાયરાના કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે.

જામીન પર છૂટ્યા બાદ દેવાયત ખવડ પાલીતાણાના કોળાંબા ધામમાં ડાયરો કરશે. આ ડાયરામાં કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી રમઝટ બોલાવશે. સમગ્ર ડાયરાનું આયોજન ક્ષત્રિય કાઠી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. દેવાયત ખવડ પોતાના ડાયરામાં અનેક ડાહી ડાહી વાતો કરે છે.

અનેક ડાયરામાં જેલ અને જામીન અંગે પણ દેવાયતે વાતો કરી છે, ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ દેવાયતનો પ્રથમ ડાયરો હોવાથી આ ડાયરો રસપ્રદ બની રહેશે.

જેલવાસ ભોગવ્યા બાદ દેવાયતના તેવરમાં બદલાવ આવશે કે નહીં તે રસપ્રદ રહેશે. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ દેવાયત ખવડે જણાવ્યુ હતુ કે, યોગ્ય સમયે યોગ્ય જવાબ આપીશ અને કેટલાક ખુલાસા પણ કરીશ. જેલમાંથી બહાર આવ્યા બાદ દેવાયતે ઘાયલનો એક શેર ટાંક્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જિંદગી ખબર હોતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.