દેવદિવાળીએ અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયોઃ પ્રેમ પ્રકરણમાં યુવાનની કરપીણ હત્યા
(એજન્સી)અમદાવાદ, દેવદિવાળીની રાતે શહેરના સરખેજ વિસ્તારમાં એકજ પરિવારના ચાર સભ્યે એક યુવકની કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી ગઈ છે. મારી બહેન સાથે કેમ વાત કરે છે તેમ કહીને માતાપિતા તેમજ બે ભાઈએ ઘાતકી હુમલો કર્યાે હતો. જેમાં યુવકનું મોત થયું છે. યુવક અને યુવતી એક બીજાને પ્રેમ કરતાં હતાં, પરંતુ જ્ઞાતિના કારણે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.
સરખેજ ગામમાં આવેલા કોઠીવાળા વાસમાં રહેતા ચિરાગ ઠાકોરે સરખેજ પોલીસ સ્ટેશનમાં નીતિન સિંગરોટિયા, નરેન્દ્ર સિંગરોટિયા, સુમિત સિંગરોટિયા અને તારાબહેન સિંગરોટિયા (તમામ રહે. વાલ્મીકિ વાસ સરખેજ) વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ચિરાગ સપરિવાર સાથે રહે છે અને પ્રાઈવેટ નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
ચિરાગને બે બહેન અને એક ભાઈ મિલન છે. મોડી રાતે ચિરાગ નોકરી પરથી ઘરે આવીને જમવા બેઠો હતો ત્યારે મિલને તેને જણાવ્યું હતું કે, સરખેજમાં આવેલા વાલ્મીકિ વાસમાં રહેતી નીતિન સિંગરોટિયાની બહેનને હું હેરાન કરતો નથી તેમ છતાંયતે લોકોએ મને મારી બહેનને કેમ હેરાન કરે છે તેમ કહીને લાફો મારી દીધો હતો.
મિલનની વાત સાંભળીને ચિરાગે નીતિન સિંગરોટિયા સાથે વાત કરવાનું કહ્યું હતું. મિલન ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે ચિરાગના મોબાઈલ પર તેના મિત્ર વિક્રમ ઠાકોરનો ફોન ાવ્યો હતો. જેથી તે તેના ઘરે બેસવા માટે ગયો હતો. ચિરાગ અને વિક્રમ દસ મિનિટ બેઠા બાદ સરખેજ કોઠીવાળા વાસના નાકે બહુચર પાન પાર્લરમાં મસાલો ખાવા માટે ગયા હતા. બને ઉભા ઉભા વાત કરતાં હતા ત્યારે વાલ્મીકી વાસની ગલીમાં કોઈના ઝઘડવાની બૂમાબૂમ થઈ હતી. ચિરાગ, વિક્રમ, રાજુભાઈ ઠાકોર, દીપક ઠાકોર, વિશાલ ઠાકોર સહિતના લોકો દોડીને વાલ્મીકી વાસમાં પહોંચી ગયા હતા.
વાલ્મીકિ વાસમાં જઈને જાયું તો નીતિન સિંગરોટિયા, તેના પિતા નરેન્દ્ર ઉર્ફે કાળુ સિંગરોટિયા, ભાઈ સુમિત સિંગરોટિયા, માતા તારાબહેન સિંગરોટિયા મિલન સાથે બબાલ કરી રહ્યા હતા.
મિલન લોહીલુહાણ હાલતમાં દીવાલને અડીને જમીન પર સૂતો હતો. ચિરાગ તેમજ બીજા લોકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. લોકોની ભીડ ભેગી થતાંની સાથે જ હુમલાખોર પરિવાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મિલનને પહેલાં સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેને સોલા સિવિલ હોÂસ્પટલમાં લઈ જવાનું કહ્યું હતું.
ચિરાગ ઠાકોરે ૧૦૮ને ફોન ક રીને બોલાવી દેતાં મિલનને તેઓ સારવાર માટે સોલા સિવિલ હોÂસ્પટલમાં લઈ ગયા હતા. સોલા સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ મિલનને મૃત જાહેર કર્યાે હતો. સરખેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેણે માતા પિતા અને બે ભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.