રાજ્યમાં ઠંડીમાં વધારો, અમદાવાદમાં ૧૪ ડિગ્રી
અમદાવાદ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેસરના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને પગલે ગુજરાતના દરિયા કિનારાનાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના તમામ શહેરોમાં ઠંડીની અસર જાેવા મળી છે. અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ હતું. તો કચ્છના નલિયામાં ૮.૮ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડી નોધાઈ છે. તેમજ ડીસાનું લઘુતમ તાપમાન ૧૨.૮ ડિગ્રી નોંધાયુ છે.
અમદાવાદ સહિત રાજ્યમાં વહેલી સવારથી શિયાળાની ઠંડીની અસર જાેવી મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે અને ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગશે. રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડતાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું છે. તો અમરેલીનું લઘુતમ ૧૩.૮ ડીગ્રી નોંધાયું છે. વડોદરાનું લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયો છે.
ભુજનું લઘુતમ તાપમાન ૧૩.૩ ડીગ્રી, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૧૦.૩ ડીગ્રી નોંધાયું છે. પાટણનું લઘુતમ તાપમાન ૧૨.૮ ડીગ્રી નોંધાયું હતું. તેમજ રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડીગ્રી નોંધાયું હતું. રાજસ્થાનનાં માઉન્ટ આબુનું તાપમાન ફરી એકવાર ૧ ડિગ્રી પર પહોચી ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ધીમે ધીમે હજુ ઠંડીનું પ્રમાણ વધશે. બે દિવસમાં ફરી ઝીરો ડિગ્રી તાપમાન પર આવવાની શક્યતા છે. જાે કે માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધતાં પર્યટકોની સંખ્યામાં પણ વધારો થયો છે.