મ્યુનિ.આરોગ્ય વિભાગે કન્સ્ટ્રક્શન સાઈટો પરથી દંડની વસુલાત કરી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયા યુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધાર ધ્યાનમાં લઇ ઇન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટીક, ફોગીંગ, આઈ.આર.એસ, એન્ટી લાર્વલ, કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકીંગ તથા જરુરી આઈ.ઈ.સી. એÂક્ટવિટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરુપે આજ તા.૯-૭-૧૯ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા ઝોનમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રક્શન સાઈટના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકીંગ દરમ્યાન કુલ ૧૪૩ કન્સ્ટ્રક્શન સાઈટો ચેક કરી, ૬૭ નોટીસો, ૫ કન્સ્ટ્રક્સન સાઈટના સીલ કરેલ છે. તેમજ કુલ રૂ.૩,૭૮,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.