પાતાળેશ્વર મહાદેવથી દેવગઢબારીઆ નગરમાં જય ભોલેના નાદ સાથે નીકળી યાત્રા

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને આ યાત્રા સ્વયંભુ રીતે કાઢવામાં આવી ન હતી. પરંતુ આ વર્ષે ભારે હર્ષોલ્લાષ સાથે આ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રાજસ્થાની પરીવારોએ ધારણ કરેલો એક સરખો પહેરવેશ સમગ્ર દેવગઢબારીઆના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહયો હતો.
તમામ શિવભક્તો ડી.જે ના તાલે ભાવવિભોર બનીને આ યાત્રાની શરૂઆત પાતાળેશ્વર મહાદેવથી થઈ કાળીડુંગરી થી પરત દેવગઢબારીઆ નગરમાં જય ભોલેના નાદ સાથે નીકળી અને આખ્ખાયે નગરને ભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રાનું દે.બારીયા નગરના પાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન સોની તેમજ ઉપપ્રમુખશ્રી ગૌરાંગભાઈ પંડ્યાએ સ્વાગત કર્યુ હતું. (તસ્વીરઃ- મઝહરઅલી મકરાણી, દેવગઢબારીયા)