શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યે દેવિ ભાગવત કથા તા.૨૨ થી તા.૩૦ જાન્યુ. દરમ્યાન યોજાશે
સોમનાથ, સોમનાથની પાવન ભૂમી પર ૫૧ શક્તિપીઠ પૈકી ચંદ્રભાગા માતાનું સ્થાન હોવાથી પ્રભાસ ક્ષેત્રમાં શિવપૂજા સાથે શક્તિ પૂજાનુ પણ વિશેષ મહાત્મય છે. સોમનાથ મંદિર પરિસરમાં શ્રી વાઘેશ્વરી માતાના પ્રાચીન મંદિરની પુણ્યભૂમિ પર ૩૫૦ થી વધુ કથા કરનારપ્રજ્ઞાચક્ષુકથાકારડો. કૃણાલભાઇ જાેષીનાશ્રીમુખે દેવી ભાગવત કથા જ્ઞાન નો લાભ ભકતોને મળશે.
હિંદુ ધર્મના આદિગ્રંથોમાં અઢાર પુરાણો પૈકી શ્રીમદ્ દેવી ભાગવતનું સ્થાન છે. પ્રાચીન ગ્રંથ ઋગવેદમાં પણ દેવી માહાત્મ્ય ને લગતી ઋચાઓ આવેલી છે. મહાશક્તિ, મહામાયા વિશ્વ અને સકળ બ્રહ્માંડની આધારભુતા ભગવતી શક્તિના સ્વરૂપો અગણીત છે. શક્તી ધારાઓ અનેક-અનેક છે. માયા પણ છે, બ્રહ્મવિદ્યા પણ છે. શક્તી તો ભૌતિક પણ છે. અને દૈવી પણ છે. કળીયુગમાં દેવી ભાગવત શ્રવણ એ ખુબ પુણ્યકારી માનવામાં આવે છે. દેવીભાગવતના શ્રવણથી સર્વે દુઃખોમાંથી મુક્તી મળે છે, અને ઇચ્છીત ફળની પ્રાપ્તી થાય છે.
સોમનાથની પાવન ભૂમી પર ૫૧ શક્તિપીઠો પૈકી ચંદ્રભાગા માતાજીનું સ્થાન આવેલું છે. રત્નાકર સમુદ્ર તટે સોમનાથ મહાદેવ ના સાનિધ્યે વાઘેશ્વરી માતાજીના સાનિધ્યે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન તા.૨૨-જાન્યુઆરી-૨૦૨૩ થી તા.૩૦- જાન્યુઆરી-૨૦૨૩ દરમીયાન રાખવામાં આવ્યુ છે. શ્રીમદ્ દેવી ભાગવત કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડો. શ્રી કૃણાલભાઇ જાેષીના વ્યાસાસને કરાવવામાં આવશે.
વ્યાસાસને બિરાજમાન ડો.કૃણાલભાઇ જાેષી જેઓ એ આજ સુધીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ૩૫૦ થી વધુ કથાઓ કરી ચુકેલા છે. સાથે જ તેઓ તરફથી પ્રદાનમાં ધાર્મિક પુસ્તકો, વિવિધ વર્તમાનપત્રો, મેગેઝીન, વેબસાઇટ પર ધાર્મિક લેખો લખવા, ઓનલાઇન/ઓફલાઇન વ્યાખ્યાન આપે છે. તેઓના શ્રીમુખે કથા સાંભળવીએ જીવનનો અમુલ્ય લ્હાવો છે. તેઓ અર્વાચીનયુગમાં પૂજ્ય ડોંગરેજી મહારાજની શૈલીમાં કથાકારોમાં ખ્યાતી ધરાવે છે.
કથાના ખાસ પ્રસંગો ખુબજ ભાવપુર્વક ઉજવાશે જેમાં તા. તા.૨૨-જાન્યુઆરી-૨૦૨૩- રવિવાર શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ પ્રારંભે પોથીયાત્રા, તા.૨૪-જાન્યુઆરી-૨૦૨૩- મંગળવાર – શ્રી ભુવનેશ્વરી માતાજીનું પ્રાગટ્ય, તા.૨૬-જાન્યુઆરી-૨૦૨૩- ગુરૂવાર – શ્રી નવદુર્ગા માતાનું પ્રાગટ્ય, તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩- રવિવાર શ્રી માતાજીનો અન્નકુટ સહિત પ્રસંગો યોજાશે. ધાર્મિક આયોજનમાં જાેડાઇ શિવ-શક્તિ કૃપા પ્રાપ્ત કરવા સર્વે ધર્માનુંરાગી ભાઇ-બહેનોને શ્રી સોમનાથ ટ્રસ્ટનું ભાવભર્યું નિમંત્રણ છે.