Western Times News

Gujarati News

સેલવાસાની કોલેજમાં નવરાત્રી નિમિત્તે યોજાયેલા ગરબામાં તલવાર રાસની મઝા માણી

શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન

(પ્રતિનિધિ) સિલ્વાસા, ૯ આૅક્ટોબર ૨૦૨૪ ના રોજ સિલવાસા સ્થિત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કાલેજ આૅફ કામર્સ અને સાયન્સમાં શક્તિ ઉપાસનાનો તહેવાર નવરાત્રિનું ખૂબ જ આનંદ અને સાંસ્કૃતિક ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સાંજે ૭ઃ૩૦ કલાકે મા અંબાની આરતીથી થઈ હતી.

ત્યાર બાદ ગરબા નૃત્યના ધમાકેદાર પ્રદર્શને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસ્તુતિઓમાં વિદ્યાર્થીઓના ત્રણ જુદા જુદા જૂથોએ ‘ગ્રુપ ગરબા’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા ગ્રૂપને ટ્રોફી સાથે ૧૧૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જેણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ વખતે શિક્ષકોની ભાગીદારી ખાસ કરીને પ્રશંસનીય હતી. શિક્ષકોએ બે મુખ્ય નૃત્ય પ્રસ્તુતિઓમાં ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ ગરબાની વિશેષ રજૂઆત અને બીજી તલવાર રાસની હતી. તલવાર રાસની આ ભવ્ય પ્રસ્તુતિને સૌએ ખૂબ વખાણી હતી જેમાં પરંપરાગત રાજપૂતી પોશાકમાં શિક્ષકોએ શાસ્ત્ર પૂજા બાદ ગરબા અને તલવાર રાસ રજૂ કર્યા હતા.

લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફતેહસિંહ ચૌહાણના પત્ની ગીતાબા વતી, શિક્ષકોને તેમની વિશેષ રજૂઆત તલવાર રાસ માટે રૂ. ૫૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફતેસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અનંતરાવ ડી.નિકમ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિંહ રાઠોડ,

કારોબારીના અન્ય સભ્યો ઉપરાંત શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.સીમા પિલ્લા ઉપસ્થિત રહ્યા હતા. , ઈન્ચાર્જ ડેપ્યુટી પ્રિન્સિપાલ ડૉ. જ્હાનવી આરેકર, હવેલી ઈન્સ્ટિટ્યૂટ આૅફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના પ્રિન્સિપાલ ડૉ.શિલ્પા તિવારી,

એકેડેમિક કાઉન્સિલના વડા ડૉ.નિશા પરીખ અને લાયન્સ ઈંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ નિરાલી પારેખ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના પ્રમુખ ફતેહસિંહ ચૌહાણના પરિવાર અને અન્ય વિશેષ મહેમાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.