અનોખા સંત અને પરિક્રમાવાસી ભરૂચ ખાતે પધારતા ભકતોએ દર્શન કરી આશિર્વાદ મેળવ્યા
બાબાની ખાસિયત એ છે કે છેલ્લા લગભગ ૨૬ મહિનાથી નર્મદાનું નીર પીને જીવન નિર્વાહ કરી રહ્યા છે
(પ્રતિનિધિ)ભરૂચ, માત્ર નર્મદા નદીના પાણી પરજ નભતા અને દરરોજ ૨૦ કિલોમીટર ચાલી નર્મદા માતાની પરીક્રમા કરતાં સંત ભરૂચ નજીકનાં નિલકંઠેશ્વર મંદિર ખાતે પધાર્યા હતા. ભરૂચ જીલ્લા માંથી વહેતી અને સમગ્ર ગુજરાતની ગંગા તરીકે પ્રસિધ્ધ એવી નર્મદા નદીનો મહિમા એવી છે કે વિશ્વમાં આજ એક એવી નદી છે કે જેની પરિક્રમાં થઈ શકે છે.આમ તો દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરતા હોય છે.
પરંતુ કદાચ પહેલીવાર નર્મદા નદીની પરિક્રમા હાલ એક સાચા સંત કહી શકાય તેવા સદગુરૂ દાદા કરી રહ્યા છે.તેઓ ૪૧ માં દિવસે ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતની પધરામણી થતા સમગ્ર વાતાવરણ પુલકીત થઈ ગયું હતું.છેલ્લા ૨૬ મહિનાથી માત્ર નર્મદા નદીનુ નીર પી ને આશરે ૩૨૦૦ કીલોમીટર કરતા વધુ અંતર આ સાદગીધારી બાબાએ અંતર કાપેલ છે.મંગળવારના દિવસે નિલકંઠેશ્વર મહાદેવ ખાતે નિરહારી બાબાનું આગમન થયું હતુ.
આ બાબાના દર્શન માત્રથી અને નર્મદા પરિક્રમાવાસીઓમાં પણ આનંદ વ્યાપી ગયો હતો . એટલુ જ નહી પરંતુ નિલકંઠેશ્વર ખાતે આવતા ભકતો અને ટ્રસ્ટીઓ એ પણ બાબા ના આગમનના પગલે ખુશીની લાગણી વ્યકત કરી હતી.આ બાબાની ખાસ ખાસિયત એ છે કે છેલ્લા લગભગ ૨૬ મહિનાથી નર્મદાનું નીર પીને બાબા જીવન નિર્વાહ કરી રહ્યા છે અન્ય કોઈ અનાજનો દાણો નહી કે અન્ય કોઈ પ્રવાહીનુ આચમન બાબા કરતા નથી.
ફરાળી ભોજન કે ન દુધનુ સેવન કે કોઈપણ જાતના સેવન વગર નિરંતર નર્મદા માતા ના જપ કરીને નર્મદા માતા ના ખોળા સમાન કિનારા પર સતત ચાલતા આ બાબાના દર્શન અર્થે ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.આવા અનોખા સંત નર્મદા પરિક્રમા કરતા હોય ત્યારે વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પહોંચે તે સ્વાભાવિક બાબત છે.એટલું જ નહી પરંતુ આ બાબાએ વિવિધ સંકલ્પો સાથે શરૂ કરેલ નર્મદા પરિક્રમા અમરકંટક ખાતે તેઓ પુર્ણ કરશે.
બોક્ષ પરિક્રમા અંગે વિવિધ ભરૂચ નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા સમર્થ સદગુરૂ દાદાગુરૂએ વિવિધ સંકલ્પો સાથે નર્મદા પરિક્રમની શરૂઆત કરી હતી.આ સંકલ્પોની વિગતો જાેતા પ્રકૃતિનું રક્ષણ સાથે જ નદીનું રક્ષણ અને વૃક્ષો બચાવો વિશ્વ બચાવો,સંવર્ધન અને પ્રદુષણ નાબુદી સાથે વિશ્વમાં હરિયાળી કરવા માટે વૃક્ષારોપણના સંકલ્પ આવી સદગુરૂ દાદાએ પરિક્રમાની શરૂઆત ૮ મી ઓકટોબર થી શરૂ કરી હતી.માનવીના ઉચ્ચ વિચારો અને આચરણ જ નદીઓના પાણીને પ્રદૂષણ મુક્ત કરશે એમ પણ બાબા કહી રહ્યાં છે.