Western Times News

Gujarati News

કેદારનાથ યાત્રા માટે નીકળેલા ભક્તો રસ્તામાં ફસાયા

લખનઉ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૪ લોકોના મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે ભારે નુકસાન થયું છે.

બુધવારે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે લીંચોલી નજીક જંગલચટ્ટીમાં વાદળ ફાટવાને કારણે, ગૌરીકુંડ-કેદારનાથ ફૂટપાથ પર ભારે વરસાદને કારણે ભીંબલીમાં ૨૦-૨૫ મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો અને પર્વતોમાંથી મોટા પથ્થરો આવ્યા હતા.

આ પછી રામબાડા, ભીંબલી લીંચોલીનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. વાદળ ફાટવાને કારણે કેદારનાથ યાત્રાના રૂટનો ૩૦ મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો છે.ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા છે.

રાત્રિ દરમિયાન પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી અને એનડીઆરએફ અને એસડીઆરએફ એ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. હેલિકોપ્ટર દ્વારા અને પગપાળા ચાલતા રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આજે ધામમાં ફસાયેલા લગભગ ૧૦૦૦ લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે. સવારથી ફૂટપાથ પર ફરી બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભીમ્બલી અને લીંચોલીથી મુસાફરોનું એર લિફ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. મેન્યુઅલ રેસ્ક્યુ પણ સતત ચાલુ છે.

મોડી રાત સુધી પગપાળા સોન પ્રયાગ પહોંચેલા મુસાફરોને સલામત રીતે સોન પ્રયાગ બજારમાં લઈ જવામાં આવ્યા હતા.ફસાયેલા લોકોને લાવવા માટે એરફોર્સનો પણ સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એર લિફ્ટને ઝડપી બનાવવા વાયુસેનાના ચિનૂક અને એમઆઈ ૧૭ હેલિકોપ્ટર પણ શુક્રવારે સવારે ગૌચર પહોંચી ગયા છે.

એમઆઈ ૧૭એ એક રાઉન્ડ લીધો અને ૧૦ લોકોને બચાવીને ગૌચર લઈ ગયા.એક નિવેદન જારી કરીને વાયુસેનાએ કહ્યું, ‘ભારતીય વાયુસેનાએ કેદારનાથથી બચાવ અભિયાન શરૂ કર્યું છે.

ભારતીય વાયુસેનાએ એમઆઈ ૧૭વીએફ અને ચિનૂક દ્વારા કેદારનાથમાં બચાવ કામગીરી શરૂ કરી છે. એક ચિનૂક અને એક એમઆઈ૧૭ વી૫ હેલિકોપ્ટર સાથે એનડીઆરએફની ટીમો બચાવ સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારતીય વાયુસેનાના વધુ સાધનો આગળની કાર્યવાહી માટે સ્ટેન્ડબાય પર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.