રાજેશ ખન્નાના જીવનમાં આ મહિલા પત્રકારે મચાવી હતી ઉથલપાથલ
મુંબઈ, રાજેશ ખન્નાને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર કહેવાયાં. તેમનો અંદાજ, તેમની એક્ટિંગ અને તેમની પર્સનાલિટી હંમેશા ફેન્સને આકર્ષિત કરે છે. કાકા એવા સ્ટાર હતા જેના ફેન્સને તેમની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઇફમાં ખૂબ જ રસ હતો. ૧૯૭૩માં રાજેશ ખન્નાએ પોતાનાથી ૧૫ વર્ષ નાની ડિમ્પલ કાપડિયાને પોતાની પત્ની બનાવી હતી. તે જ સમયે, તેમના જીવનમાં એક્ટ્રેસ અંજુ મહેન્દ્રુ હંમેશા પ્રેમ બનીને જાેડાયેલી રહી. Devyani Chaubal caused upheaval in Rajesh Khanna’s life
લગ્નના ૧૦ વર્ષ પછી જ્યારે ડિમ્પલે રાજેશ ખન્નાને છોડીને તેની બંને દીકરીઓ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું ત્યારે પણ અંજૂ મહેન્દ્રુ જ રાજેશના જીવનમાં હતી. પરંતુ અંજૂ અને ડિમ્પલ સિવાય એક ત્રીજી મહિલા પણ હતી જે રાજેશ ખન્નાના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી.
હિરોઈન બનવાનું સપનું લઈને આવેલી આ મહિલા દિલીપ કુમાર માટે દિવાની હતી, પરંતુ રાજેશ ખન્નાની નજીક આવ્યા બાદ આ મહિલા તેને દિલ ખોલીને પ્રેમ કર્યો હતો.
પરંતુ એક રાત્રે કાકા સાથે નશાની હાલતમાં બેઠેલી આ મહિલાએ તેને એવો દગો આપ્યો, જેને કાકા ક્યારેય ભૂલીશક્યા નહીં. અંજૂ મહેન્દ્રુ અને ડિમ્પલ કાપડિયા સિવાય આ ત્રીજી મહિલા દેવયાની ચૌબલ હતી, જેનો ૭૦ અને ૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં ખૌફ હતો. દેવયાની ચૌબલ પ્રોફેશને પત્રકાર હતી અને દેવયાનીએ જ સિનેમાની દુનિયામાં ‘ગોસિપ જર્નાલિઝમ’નો ટ્રેન્ડ લાવ્યો હતો.
તેમની ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ નામની કોલમ ફિલ્મી ગલિયારીમાં ખૂબ વંચાતી હતી અને અંગ્રેજી પત્રકારત્વની દુનિયામાં ભારતમાં આ દેવયાની દ્વારા ‘યલો જર્નાલિઝમ’ની શરૂઆત કરવામાં આવી હતી. દેવયાનીએ જ રાજેશ ખન્ના અને ડિમ્પલને તેમના લગ્ન સમયે સેહરો પહેરાવ્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે તે પોતાની કોલમમાં કોઈના માટે લખતી હતી ત્યારે તે ઝેર ઓકતી હતી.
એક્ટર્સ તેના નિશાના પર આવવાથી ડરતા હતા, પરંતુ સમસ્યા એ છે કે કોઈ તેનું કંઇ બગાડી શક્યું નહીં. દેવયાની ખૂબ સારા પરિવારમાંથી હતી અને તેના પરિવારમાં ઘણા બેરિસ્ટર હતા. આ એ જ દેવયાની છે, જેણે ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અફેર અને તેમના ‘સીક્રેટ લગ્ન’ના સમાચાર મીડિયામાં ફેલાવ્યા હતા અને તેના વિશેની દેવયાનીની કોલમથી ધર્મેન્દ્રને એટલો ગુસ્સો આવ્યો હતો કે તે દેવયાનીની પાછળ રસ્તા પર મારવા દૂર સુધી દોડ્યો હતો.
દેવયાનીના આવા ઘણા કિસ્સા છે. પરંતુ પત્રકારત્વના નામે ગોસિપ કોલમ શરૂ કરનાર દેવયાનીને રાજેશ ખન્ના પ્રત્યે ખાસ પ્રેમ હતો. રાજેશ ખન્ના અને દેવયાની ખૂબ નજીક હતા. કહેવાય છે કે રાજેશ ખન્નાને સૌથી પહેલા દેવયાનીએ પોતાની કોલમમાં ‘સુપરસ્ટાર’નો દરજ્જાે આપ્યો હતો. રાજેશ ખન્ના પણ તેમને પોતાની ખૂબ નજીક માનતા હતા. પરંતુ દેવયાનીના દગાથી રાજેશ ખન્નાના મનમાં તેના પ્રત્યે નફરત ભરાઈ ગઈ હતી. પોતાના જીવનની નજીકની મહિલાઓ વિશે વાત કરતા રાજેશ ખન્નાએ એકવાર સ્ટારડસ્ટ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં દેવયાની વિશે વાત કરી હતી.SS1MS