વડીલોના વૃંદાવન, ધામડી મુકામે મહા સત્સંગ યોજાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, સંરક્ષક અખિલ ભારતીય સંત સમિતિ તથા સંતશ્રી દોલતરામજી મહારાજ, નોરતા આશ્રમ પાટણ, જુનાગઢથી સંતશ્રી વિશ્વભારતી દીદી ધામડી મુકામે વડીલોના વૃંદાવન ૧૭૦ માં શનિવારના મહા સત્સંગ કાર્યક્રમમાં પધાર્યા હતા.
ડીજેના તાલ સાથે સૌ સંતોની શોભાયાત્રા શણગારેલ રથ દ્વારા ધર્મસભા સ્થળે પહોંચી હતી. ૨સાડા ત્રણ વર્ષ પહેલાં સ્વર્ગસ્થ જયંતીભાઈ પાટીદારે શરૂ કરેલ વડીલોના વૃંદાવન આજે વટવૃક્ષ બન્યું છે. જેના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા પાટીદારના દીકરા શ્રી ભરતભાઈએ સૌનું સ્વાગત અભિવાદન કરેલ. સંતશ્રી ધુળારામ મહારાજે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિશ્વભારતી દીદીએ માતા પિતાનું મૂલ્ય સમજાવ્યું હતું.
જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે જીવનના દરેક ભાષામાં ધર્મનું શું મહત્વ છે તેની વિસ્તૃત સમજ દ્રષ્ટાંતો દ્વારા આપી હતી અને આંતરરાષ્ટ્રીય ગ્લોબલ એવોર્ડ વિજેતા સંત શ્રી દોલતરામજી મહારાજે પોતાની આગવી શૈલીમાં સરળ ભાષામાં સત્સંગની સરવાણી પીરસી હતી.
આ પ્રસંગે સંત શ્રી મણીરામ મહારાજ મોટા અને નાના, સંતશ્રી દશરથસિંહજી બાપુ, સંતશ્રી શાંતિ ભગત, સંતશ્રી મણીદાસજી મહારાજ, આશ્રમના સૌ ટ્રસ્ટીશ્રીઓ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી તખતસિંહજી હડિયોલ, કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી ખીમજીભાઇ પટેલ મંત્રીશ્રી દિનેશભાઈ પટેલ,
શ્રી લક્ષ્મણસિંહજી બાપુ તેમજ ૩૫૦૦ કરતા પણ વધુ હરિભક્તો મહા સત્સંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ દિલીપભાઈ મણકાભાઇએ કરેલ. અંતમાં સૌ ભોજન લઈ અને વિદાય થયા હતા.