ઉત્તર પ્રદેશમાં અસામાજીક તત્વોને શાકભાજી વેચતા કરી દીધાઃ યોગી
ગુંડાઓને સીધાદોર કરવા એજ ભાજપની તાકાત
ધાનેરા, ધાનેરામાં યુ.પી.ના મુખ્યમંત્રી આદીત્યનાથ યોગીની ગુરુવારે જનસભા યોજાઈ હતી. યોગી આદીત્યનાથે કોગ્રેસ ઉપર પ્રહારો કરતા કહયું કે કોગ્રેસ કહેતી હતી કે અયોધ્યામાં રામ મંદીરનું નિર્માણ થશે તો ખુનની નદીઓ વહેશે પણ અમે કઈ થવા ન દીધું ઉત્તરપ્રદેશમાં પણ હવે દંગા નથી થતા હવે અસામાજીક તત્વો શાકભાજીનો થેલો લગાવી રહયા છે. ગુંડાતત્વોને સીધાદોર કરવા એ જ ભાજપની તાકાત છે.
‘આપ બધાને મારા જયશ્રી રામ..હું ગુજરાતની આ ધરાને નમન કરું છું અહીના પશુપાલકએ મહેનત કરીને એશીયાની સૌથી મોટી બનાસડેરી આપી છે. બનાસડેરીએ લાખો લોકોને જીવનમાં પરીવર્તન ફકત નથી લાવ્યું ગૈામાતાઓની પણ રક્ષા કરી છે. જયારે દેશની આઝાદીની લડાઈ થઈ તેમાં પણ ગુજરાતના મહાત્મા ગાંધી હતા.
રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીને પણ આ ગુજરાતે દેશને આપ્યા છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જેમણે વર્તમાન ભારતની સ્થાપના કરી જેમને શિલ્પ કહેવામાં આવે યછે. તેમજ જયારે દેશના લોકોમાં નારાજગી હતી આંદોલન થઈ રહયા હતા ત્યારે ર૦૧૪માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ દેશ માટે ગુજરાતે આપ્યા છે.
અને આજે દુનિયાના ર૦ મોટા દેશો જેમનો દુનિયા પર અધિકાર છે. એ જીર૦દેશનું પ્રતીનીધીત્વ પ્રધાનમંત્રી મોદીએ લીધું છે. જે બ્રિટનને ર૦૦ વર્ષ સુધી સાશન કર્યું તેને પછાડી અને આજે ભારત પમાં નંબર ઉપર આર્થિક રીતે આવ્યો છ.ે કોગ્રેસ ઈચ્છતી ન હતી અયોધ્યામાં ભગવાન રામનું મંદીર બને.
કાશીવિશ્વનાથમાં ભગવાનનું મંદીર બને કેદારનાથમાં કેદારપુરીનું ધામ બને, મા અંબાના ધામમાં માનું ધામ વિકસીત થાય માટે કોગ્રેેસને વોટ આપીને આપનો લોકતાંત્રીક અધિકાર કેમ ખરાબ છીએ. ગુજરાતમાં ભાજપની સરકાર ૭મી વખત મજબુતી સાથે બનાવ જઈ રહી છે.
તમે બધા ભગવાનભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડો અને ગુજરાતની સરકારમાં તમારું ધાનેરાનું મોરપીછ ઉમેરાય તો માટે તમામ લોકોએ ભગવાનભાઈનતે જીતાડવા માટે આહવાન કર્યું હતું.