ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં ગરમીમાં હવાડાઓ પાણીથી ભરાયા

(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, દાહોદ જિલ્લના ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરાઈ છે. તાપમાનમાં વધારાને કારણે પાણીના સ્ત્રોત સૂકાઈ જતા વન્ય જીવો માટે પાણીની તંગી સર્જાઈ છે.
આ પરિસ્થિતિને દુર કરવા માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પાણી ભરાવાવાળા હવાડાઓ તૈયાર કરાયા છે. કેટલાક સ્થાનો પર પાયપલાઇન અથવા ટાંકી દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ કામગીરીનો મુખ્ય હેતુ છે કે વન્ય જીવોને ટેનાશ ભરેલી ગરમીમાં પીવાનું પાણી ઉપલબ્ધ રહે અને તેઓનું જીવનચક્ર સ્થિર રહે. વન વિભાગ દ્વારા ચાલી રહેલી આ કામગીરીને સ્થાનિક વનપ્રેમીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ પણ સહકાર આપી રહી છે.
બારીયા વન વિભાગના અધિકારીશ્રી મિતેશ પટેલની સૂચના મુજબ ધાનપુર આર,એફ,ઓ તથા સ્ટાફ ધ્વારા રેન્જના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ ને પાણી પીવા માટે જુદી-જુદી જગ્યાએ હવાડા બનાવવામાં આવ્યા હતા આ હવાડામાં વન્ય પ્રાણીઓ માટે ટેન્કર દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.