ધનશ્રીનો દુબઈમાં જન્મ, ૬ વર્ષ મોટા ક્રિકેટર સાથે લગ્ન
મુંબઈ, આજકાલ ધનશ્રી વર્મા સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં જોવા મળી રહી છે. તે આ રિયાલિટી શોના ફિનાલેમાં પહોંચી ગઈ છે. ધનશ્રી વર્માએ પોતાના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ બનાવી છે. તે ઘણા મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચુકી છે. ક્રિકેટ જગતના ચાહકો સ્ટાર ડાન્સર અને કોરિયોગ્રાફરને યુઝવેન્દ્ર ચહલની પત્ની તરીકે જાણે છે.
ધનશ્રી વર્માએ ‘ઝલક દિખલા જા ૧૧’માં તેના શાનદાર પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ સ્ટાર પત્ની વીડિયો અને ડાન્સ દ્વારા ખૂબ કમાણી કરે છે.
ધનશ્રી વર્માનો જન્મ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ દુબઈમાં થયો હતો. આ અભિનેત્રી વિશે બહુ ઓછા લોકો જાણે છે કે ધનશ્રી વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેણે ૨૦૧૪માં મુંબઈની ડીવાય પાટીલ કોલેજમાંથી ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ ડાન્સ હંમેશા તેનો પહેલો પ્રેમ હતો.
ડાન્સ પ્રત્યેના તેના શોખને પગલે ધનશ્રીએ યુટ્યુબ પર એક ચેનલ બનાવી અને ડાન્સ વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું. આજે અભિનેત્રી યુટ્યુબનો પ્રખ્યાત ચહેરો છે.
ધનશ્રીના તેની યુટ્યુબ ચેનલ પર ૨.૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આજે આ અભિનેત્રી યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને કોરિયોગ્રાફી દ્વારા ઘણી કમાણી કરે છે. એબીપીના અહેવાલ મુજબ, ધનશ્રીની કુલ સંપત્તિ ૩ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૪ કરોડ રૂપિયા છે.
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે ધનશ્રીની મુલાકાત ‘ડાન્સ’ દ્વારા થઇ હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે ક્રિકેટર અભિનેત્રી પાસેથી ડાન્સ શીખતો હતો અને આ દરમિયાન તેમની નિકટતા વધી હતી. શિક્ષક-વિદ્યાર્થીનો આ સંબંધ આખરે પ્રેમમાં પરિવર્તિત થયો અને દંપતીએ વર્ષ ૨૦૨૦માં ધામધૂમથી લગ્ન કર્યા.SS1MS