ધનુષે પડતો મૂક્યો ઐશ્વર્યા રજનીકાંત સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય

મુંબઈ, જાન્યુઆરી મહિનામાં સાઉથ એક્ટર ધનુષ કે. રાજા અને ઐશ્વર્યા રજનીકાંતે તેમના ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી ત્યારે તેમના ચાહકોના દિલ તૂટી ગયા હતા.
જાે કે, છેલ્લા કેટલાક દિવસથી તેવા રિપોર્ટ્સ વહેતા થયા છે કે, ધનુષ અને ઐશ્વર્યાએ તેમના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ડિવોર્સ લેવાનો ર્નિણય પડતો મૂક્યો છે. આ સાથે તેમણે મતભેદો દૂર કરવાનો અને એકબીજાને વધુ એક તક આપવાનો ર્નિણય લીધો હોવાનું પણ રિપોર્ટ્સમાં ઉમેરવામાં આવ્યું હતું.
આ અંગે બંનેમાંથી કોઈ પણ હજી સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું નથી. પરંતુ આ અંગે એક્ટરના પિતા અને પીઢ ડિરેક્ટર કસ્તુરી રાજાનું રિએક્શન સામે આવ્યું છે. કસ્તુરી રાજાએ દાવો કર્યો હતો કે, ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે શું ચાલી રહ્યું છે તે વિશે તેમને ખરેખર જાણ નથી.
આ સાથે તેમણે કહ્યું હતું કે, તેઓ ક્યારેય તેમના બાળકોના અંગત જીવનમાં દખલગીરી કરતાં નથી કે તેમના ર્નિણયો સામે વાંધો ઉઠાવતા નથી. ‘હું અને મારી પત્ની અમારા બાળકોના સપોર્ટ વગર સારી રીતે રહી શકીએ છીએ. અમારી માત્ર એક જ અપેક્ષા છે કે તેઓ ખુશ રહે.
જાે તેમની ખુશીઓની આડે કંઈ આવે તો તે વાત અમને પણ પરેશાન કરે છે. તેમની ખુશીમાં જ અમારી ખુશી છે’, તેમણે સવાલનો સીધો જવાબ ન આપતાં માત્ર આટલું જ કહ્યું હતું. ધનુષે તેના ટિ્વટર પર પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની વાત કરી હતી.
ટ્વીટમાં તેણે લખ્યું હતું ‘૧૮ વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી.
આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે. ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો ર્નિણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ.
અમારા ર્નિણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજાે. ઓમ નમોશિવાય! પ્રેમ ફેલાવતા રહો-ધનુષ’. રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને ધનુષે ૧૮ નવેમ્બર, ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બંનેને યાત્રા રાજા અને લિંગા રાજા એમ બે દીકરાઓ પણ છે.SS1MS