Western Times News

Gujarati News

જમ્મુની ધન્વન્તરી લાઇબ્રેરીનો વિવાદ-રાતભર ખુલ્લી રાખવા છાત્રોની માગણી

કોરોના નિયંત્રણો હટાવ્યા બાદ પણ લાઇબ્રેરી ખોલવાના અને બંધ થવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી

જમ્મુ,  જમ્મુ યુનિવર્સિટીની ધન્વન્તરી લાઇબ્રેરીમાં ૧૧ વાગ્યા પછી અભ્યાસની વ્યવસ્થા ન કરવા પર વિદ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

તેમણે યુનિવર્સિટી પ્રશાસનને ચેતવણી આપી છે કે જાે બે દિવસમાં લાઈબ્રેરીને રાતભર ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સોમવારથી તેઓ ૧૧ વાગ્યાથી લાઈબ્રેરીની બહાર બેસીને અભ્યાસ કરશે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવ્યો ન હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છ મહિનાથી પ્રશાસન સુરક્ષાનું કારણ આપી રહ્યું છે. જ્યારે, વિદ્યાર્થીનીઓ અગિયાર વાગ્યા પછી પુસ્તકાલયમાં બેસતી નથી.

વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે, કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ બાકીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, પરંતુ લાઇબ્રેરી ખોલવાના અને બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે ડીન વિદ્યાર્થી કલ્યાણથી માંડીને યુનિવર્સિટીના અન્ય અધિકારીઓને આ સમસ્યાની જાણકારી આપી હતી.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, જેકેએસએસબીની પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. દિવસભર વિદ્યાર્થીઓ સંશોધન વર્ગો અને સંશોધન કાર્યમાં વ્યસ્ત રહે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે રાત્રે સમય મળે છે. તેઓ નવ વાગ્યે પુસ્તકાલયમાં જાય છે. પરંતુ ૧૦ઃ૪૫ વાગ્યે લાઈટો બંધ થઈ જાય છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યારે યુનિવર્સિટી પ્રશાસને તેમને લાઇબ્રેરી બંધ રાખવાનું સ્પષ્ટ કારણ નહોતું જણાવ્યું તો તેમણે પીએમઓ ઓફિસ અને ગવર્નર હાઉસમાં આરટીઆઈ દાખલ કરીને લેખિત જવાબ માંગ્યો છે. જવાબમાં, વહીવટીતંત્રે કહ્યું છે કે તેમને વધુ વીજળી બિલ ચૂકવવા પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.