31 લાખ રુદ્રાક્ષમાંથી બનેલું સવા 31 ફૂટનું શિવલિંગ જોવું હોય તો પહોંચી જાવ આ સ્થળે
ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ — ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું, રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ થયો છે. મોટી સંખ્યામાં લોકો ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ધરમપુર આવી રહ્યા છે.
આ રુદ્રાક્ષ શિવલિંગને પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે. અહીં 18 ફ્રેબ્રુઆરી સુધી શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
➡️ધરમપુર નજીક તિસ્કરી મુકામે 31 લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ
🔸આ રુદ્રાક્ષ શિવલિંગને પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે
➡️અહીંયા 18 ફ્રેબ્રુઆરી સુધી શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પનું પણ આયોજન#MahaShivaratri pic.twitter.com/ionPybRey1— DD News Gujarati (@DDNewsGujarati) February 13, 2023