Western Times News

Gujarati News

ધર્મજ હેરિટેજ વિલેજ બનવુ જાેઈએ – અલ્પિતા પટેલ

હાલ રપ૦થી વધુ મિલકતો પ્રાચિન અને ઐતિહાસિક : આજે હેરિટેજ વોક યોજાયો

(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતરના પેરિસ ગણાતા ધર્મજ ગામને હેરિટેજ વિલેજનું બિરૂદ મળવુ જાેઈએ તેવુ અવિચલ હેરિટેજ ફાઉન્ડેશનના ચેરપર્સન અલ્પિતા પટેલે જણાવ્યું હતુ. પેટલાદ તાલુકાના એનઆરઆઈ ટાઉન તરીકે પ્રસિદ્ધ થયેલ ધર્મજ ગામમાં હાલ રપ૦ થી વધુ મકાન મિલકતો પ્રાચિન અને ઐતિહાસિક ધરોહર સમાન છે. આ ગામમાં દર વર્ષે તા.૧ર જાન્યુઆરીના રોજ ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ધર્મજ ડે ર૦ર૩ની ઉજવણી પૂર્વે આજરોજ ગામમાં હેરિટેજ વોક યોજાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ચરોતરનું ધર્મજ ગામ અતિસમૃદ્ધ ગણાય છે. એનઆરઆઈ ટાઉન તરીકે જાણીતા ધર્મજના લોકો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. પરંતુ ધર્મજના વતનપ્રેમી ધર્મજીયનો પોતાનુ મકાન – મિલકત આજે પણ ગામમાં ધરાવે છે. ધર્મજમાં પ્રાથમિક જરૂરિયાતોની સુવિધાઓ ઉપરાંત શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પણ ખુબ સારો વિકાસ જાેવા મળે છે. જેમા સ્થાનિક ધર્મજીયનો ઉપરાંત એનઆરઆઈ પરિવારોનું ખુબ મોટુ યોગદાન છે.

સુંદર અને સ્વચ્છ આ ગામમાં પ્રાચિન તથા ઐતિહાસિક મકાન મિલકતો જાેવા મળે છે. આવી મિલકતોની જાળવણી અને જતન થાય તથા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિનો વારસો જાણવા મળે તેવા હેતુસર એક અભિયાન ધર્મજના વતનીએ ઉપાડ્યું છે. ધર્મજ ખાતે વર્ષ ર૦૧૯માં અવિચલ હેરિટેજ ફાઉન્ડેશનનો પાયો નાખનાર ચેરપર્સન અલ્પિતા પટેલે કહ્યું હતુ કે રાજ્યમાં આ ગામને હેરિટેજ વિલેજ તરીકે બિરૂદ મળવુ જાેઈએ. તેઓએ પોતાના અભિયાનની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે અવિચલ સંસ્થાએ વર્ષ ર૦ર૧માં અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સાથે ગઠબંધન કર્યું છે.

આ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે વર્ષમાં સર્વે કરવામાં આવ્યો છે. જેઓએ ઓગષ્ટ ર૦ર૧માં સંસ્થાને રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ ધર્મજમાં ૧૩૦ થી વધુ મિલકતો પ્રાચિન અરસાની લાકડા બનાવટની છે. ઉપરાંત ૧ર૦થી વધારે મિલકતો ડેકોઆર્ટ સ્ટાઈલની છે. સેપ્ટ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ૧૮ જેટલી મિલકતો એવી છે કે જેમા પ્રાચિન અને ઐતિહાસિક વારસો જાેવા મળે છે. જે પૈકી બે મિલકતો ઉપર હાલ સેપ્ટના વિદ્યાર્થીઓ રિસર્ચ પણ કરી રહ્યા છે. અવિચલ હેરિટેજ ફાઉન્ડેશનના ચેરપર્સન અલ્પિતા પટેલે વધુમાં જણાવ્યું હતુ કે તેઓ જન્મે ઝિમ્બાબ્વેના છે.

પરંતુ તેમના દાદા સોમાભાઈ પટેલ મૂળ ધર્મજના વતની છે. જેઓ વર્ષ ૧૯૧૯માં ૧૭ વર્ષની ઉંમરે મુંબઈથી શીપ દ્વારા ઝિમ્બાબ્વે ગયા હતા. પરંતુ મારા દાદાની ૯૦ વર્ષ જૂની મિલકત રોડેશિયા હાઉસ ધર્મજ ખાતે આવેલ છે. પાંચેક વર્ષ અગાઉ આ મિલકત જાેતા તેની જાળવણી થવા અંગે વિચાર આવ્યો હતો. જેથી આ મકાનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે રીતે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાથી વિચાર આવ્યો કે ધર્મજની આવી પ્રાચિન અને ઐતિહાસિક મિલકતો રિડેવલપ કરી જતન અને જાળવણી કરવામાં આવે તો ધર્મજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ વિશે ઘણુ બધુ જાણી શકે.

માટે જ વર્ષ ર૦૧૯માં અવિચલ હેરિટેજ ફાઉન્ડેશનની સ્થાપના કરી અભિયાન શરૂ કર્યું છે. મિલકતની જાળવણી સાથે મકાનમાં રાચરચીલુ, ફર્નિચર, વાસણો, ઈલેક્ટ્રિસીટી, બારી – બારણા વગેરે પણ જૂના જમાનાના યથાવત રાખી કુશળ કારીગરો દ્વારા મરામત કરવામાં આવે છે. પ્રાચિન અને ઐતિહાસિક વારસા સાથે ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય તે માટે અવિચલ હેરિટેજ ફાઉન્ડેશન અને સેપ્ટ યુનિર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે ધર્મજમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો ઉપરાંત ઈન્ડિયા રિસાઈકલ, ધારા ક્રિએશન સહિત અનેક સંસ્થાઓ હેરિટેજ વોકમાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.