ધર્મેન્દ્રએ રાજકુમારનો કોલર જાહેરમાં પકડ્યો હતો
મુંબઈ, ધર્મેન્દ્ર એક શાનદાર એક્ટરની સાથે એક ખૂબ સારા માણસ પણ છે. ધર્મેન્દ્ર વિશાળ મનના માણસ છે. તેઓ તેમના ફિલ્મી સેટના ઘણા કિસ્સાઓને લઈને હેડલાઈન્સમાં રહ્યા છે. પરંતુ તેમને ખૂબ જ નજીકથી જાણતા લોકો એ પણ જાને છે કે તેમનો ગુસ્સો ખૂબ જ ખરાબ છે.
આમ તો ધર્મેન્દ્ર તેમના સિનિયર્સ સામે ખરાબ વર્તાવ કરે તેવા નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એક એવા સ્ટાર હતા, જે ધર્મેન્દ્રના સિનિયર હતા અને બંને વચ્ચે ૩૬નો આંકડો હતો. આ એક્ટર બીજું કોઈ નહીં પણ રાજકુમાર હતા. જાની એટલે કે રાજકુમારના અકડ સ્વભાવના કિસ્સા પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. રૂપેરી પડદે તેમની ડાયલોગ ડિલિવરી જોરદાર હતી. રાજ કુમાર કોઈનું અપમાન કરવામાં શરમાતા ન હતા.
તેઓ લોકોનું અપમાન કરતી વખતે હસતા હતા અને અન્ય લોકો લોહીના આંસુ રડતા હતા. આવી જ એક ઘટના જ્યારે ધર્મેન્દ્ર નવા-નવા એક્ટર બન્યા અને રાજ કુમાર સાથે ફિલ્મી પડદે આવવાના હતા ત્યારે બની હતી. વર્ષ ૧૯૬૫માં એક ફિલ્મ આવી કાજલ. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને રાજકુમાર સાથે મીના કુમારી કામ કરી રહી હતી.
આ ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે ડાયરેક્ટરે ધર્મેન્દ્રનો પરિચય રાજકુમાર સાથે કરાવ્યો હતો. આ દરમિયાન રાજકુમારે ધર્મેન્દ્ર તરફ જોઈને એવી વાત કહી, જેના કારણે ધર્મેન્દ્ર ગુસ્સાથી લાલ થઈ ગયા. ધર્મેન્દ્રએ વિચાર્યું કે રાજકુમાર તેમને પોતાના વિશે પૂછશે અથવા ઈન્ડસ્ટ્રી વિશે થોડું જ્ઞાન આપશે, પરંતુ એવું ન થયું.
રાજકુમારે ધર્મેન્દ્ર તરફ જોયું અને ડાયરેક્ટરને કહ્યું, ‘આવા પહેલવાનને તમે ક્યાંથી લાવો છો, આ તો એવું લાગી રહ્યું છે કે તે પહેલવાનીના મેદાનમાંથી સીધો અહીં પહોંચ્યો છે. ડાયરેક્ટર સાહબ, તેની પાસે કુશ્તી કરાવશો કે એક્ટિંગ. આટલું કહીને તેમણે ફરી ધર્મેન્દ્ર સામે જોયું અને જોરથી હસવા લાગ્યા. રાજકુમારની આ હરકતથી ધર્મેન્દ્ર ગુસ્સે થઈ ગયા અને તેમણે રાજકુમારનો કોલર પકડી લીધો હતો.
મામલો એટલો વધી ગયો કે ડિરેક્ટરે વચ્ચે પડવું પડ્યું. ધર્મેન્દ્રએ કોલર પકડતાં રાજકુમાર પણ ગુસ્સે થઈ ગયા અને સેટ છોડીને ઘરે જતા રહ્યા. બધા જાણતા હતા કે રાજકુમારનો ગુસ્સો કેટલો ખરાબ હતો.
જેથી મેકર્સ ગભરાઈ ગયા, કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ ખૂબ મોટું હતું. જ્યારે મેકર્સે ફિલ્મ પૂરી કરવા માટે મેકર્સ રાજકુમાર પાસે પહોંચ્યા, તો તેમણે મેકર્સ સામે એક શરત મૂકી. તેમણે કહ્યું, ‘હું ત્યારે જ પાછો આવીશ, જ્યારે ધર્મેન્દ્ર જાહેરમાં માફી માંગશે અને હું ધર્મેન્દ્ર સાથે ફિલ્મનો એક પણ સીન શૂટ નહીં કરું.’ મેકર્સ પાસે બીજો કોઈ ઉપાય નહોતો.
તેઓ ધર્મેન્દ્ર પાસે પહોંચ્યા અને રાજકુમારની બધી વાત ધર્મેન્દ્રને કહી. પહેલાં ધર્મેન્દ્ર માફી માંગવા માટે તૈયાર નહોતા, પરંતુ મીના કુમારીએ ધર્મેન્દ્રને સમજાવ્યા, ત્યારબાદ ધર્મેન્દ્રએ ફિલ્મના સેટ પર રાજકુમારની માફી માંગી હતી. ત્યારબાદ બંનેએ અલગ-અલગ ફિલ્મ શૂટ કરીને પૂરી કરી હતી. ત્યારબાદ ફિલ્મ રિલીઝ થઇ અને સફળ પણ રહી. ફિલ્મને ૈંસ્ડ્ઢમ્ પર ૧૦માંથી ૬.૬ રેટિંગ મળી છે.SS1MS