ભારતીય વનડે ટીમમાંથી બહારનો રસ્તો દેખાડાતાં ઉદાસ થયો ધવન
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયા આવતા મહિનાથી શ્રીલંકા સામે ત્રણ-ત્રણ મેચોની ્૨૦ અને વનડે સીરિઝ રમવાની છે, જેની શરૂઆત ત્રણ જાન્યુઆરીથી થશે.
આ માટે મંગળવારે સાંજે ભારતીય ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી અને તેમા સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, અનુભવી ખેલાડી શિખર ધવનને પડતો મૂકાયો હતો અને તેના સ્થાને શુભમન ગિલની પસંદગી કરવામાં આવી હતી.
આ વાતથી શિખરના ફેન્સને પણ આંચકો લાગ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ક્રિકેટરે એક પોસ્ટ શેર કરીને આ મામલે આડકતરી રીતે પોતાની દુઃખ ઠાલવ્યું હતું. જ્યારે તેના પર બધાના રિએક્શન સામે આવવા લાગ્યા તો તેણે તરત જ પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.
જાે કે, ત્યાં સુધીમાં તેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો હતો. શિખર ધવને શેર કરેલા વીડિયોમાં તે યલ્લો કલરની ટીશર્ટ અને બ્લૂ કલરની શોર્ટ્સ પહેરીને વોકિંગ કરતો જાેવા મળ્યો હતો. તેની બિલ્ડિંગના પરિસરમાં આવેલા ગાર્ડનમાં તે ચાલી રહ્યો હોય તેમ લાગતું હતું.
આ સાથે તેણે લખ્યું હતું ‘વાત હાર કે જીતની નથી હોતી. હિંમતની હોય છે. કામ કરતા રહો બાકી બધું ભગવાનની મરજી પર છોડી દો’. આ પોસ્ટ થકી તેણે અંદર ધરબી રાખેલી લાગણીઓને વ્યક્ત કરી હોવાનું લોકોનું કહેવું હતું. શિખર ધવને પોતાની દમદાર બેટિંગથી ઘણીવાર ભારતને મેચ જીતાડી છે પરંતુ હાલનો પર્ફોર્મન્સ જાેઈએ તો શુભમન ગિલની ચમકની આગળ તે ફિક્કો જાેવા મળી રહ્યો છે.
ધવન આ વર્ષે ભારતનો તેવો ખિલાડી રહ્યો જેને શ્રીલંકા અને વેસ્ટઈન્ડીઝની ટૂર પર કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવતા વર્ષે ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે સંભવિત ટીમમાં તેને જાેવામાં આવી રહ્યો હતો પરંતુ શુભમન ગિલ આગળ તેની ચમકી ઝાંખી પડી. ધવન આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે કુલ ૨૨ વનડેમાં રમ્યો છે, જેમાંથી તે ૬૮૮ રન બનાવી શક્યો. તેમાંથી એક પણ સદી નથી.SS1MS