ધીરજ ધૂપરે કુંડલી ભાગ્ય પછી હવે ઝલક દિખલા જાને પણ કહ્યું અલવિદા
મુંબઈ, કુંડલી ભાગ્ય ફેમ એક્ટર ધીરજ ધૂપરે ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જાને પણ અલવિદા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઝલક દિખલા જાની ૧૦મી સિઝન ચાલી રહી છે. ૩ સપ્ટેમ્બરના રોજ શરુ થયેલા આ ડાન્સ રિયાલિટી શૉને હજી ૨૦ દિવસ પણ નથી થયા અને અભિનેતાએ શૉ છોડવાનો ર્નિણય લીધો છે.
જાે કે આ પહેલીવાર નથી જ્યારે ધીરજ ધૂપરે કોઈ શૉ અધવચ્ચે છોડ્યો હોય, આ પહેલા પણ તે અમૂક પ્રોજેક્ટ છોડવાનું સાહસ કરી ચૂક્યો છે. કુંડલી ભાગ્યમાં કરણ લૂથરા અને સસુરાલ સિમર કામાં પ્રેમનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનારા ધીરજને હવે ઓળખની જરૂર નથી.
ફેન્સ ઝલક દિખલા જા ૧૦માં તેને જાેઈને ઘણાં ખુશ હતા. ફેન્સ તો તેને ફિનાલે સુધી જાેવા માંગતા હતા. અભિનેતા પણ આ રિયાલિટી શૉનો ભાગ બનીને ઘણો ખુશ હતો. પરંતુ તેણે ત્રીજા જ અઠવાડિયામાં શૉને અલવિદા કહી દીધું. રિપોર્ટ અનુસાર, અભિનેતાએ સ્વાસ્થ્યને લગતા કારણોસર શૉ છોડવાનો ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધીરજે અત્યારે શૉ છોડવો પડ્યો છે.
તે શૂટિંગ માટે પણ નહોતો આવ્યો. આ બાબતે જજ, કન્ટેસ્ટન્ટ્સ અને ઓડિયન્સને જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ધીરજે આ પહેલા પણ જણાવ્યુ હતું કે પ્રથમ પર્ફોમન્સની પ્રેક્ટિસ વખતે જ તેને ઈજા થઈ હતી. શક્ય છે કે ઈજા ગંભીર હોવાને કારણે તે આગળ ડાન્સ કરવા સક્ષમ નહીં હોય.
ધીરજ ધૂપર ૧૦ ઓગસ્ટના રોજ જ પિતા બન્યો છે. ઝલક દિખલાજાની શરુઆત પહેલા તેણે કહ્યુ હતું કે, એકસાથે બે શૉ કરવાનું કામ થકવી દેનારું છે. ઘણી વાર મારે સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું પડે છે, પરંતુ તે પ્રક્રિયાનો એક ભાગ છે.
બે શૉનો સ્ટ્રેસ દૂર કરવા મારી પાસે મારો દીકરો છે. મને તેની સાથે વધારે સમય પસાર કરવા નથી મળતો તેનો અફસોસ છે, પરંતુ જ્યારે હું ઘરે પાછો જાઉ છું ત્યારે બધું જ ભૂલી જઉ છું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જ્યારે ધીરજ ધૂપરે કુંડલી ભાગ્ય છોડવાની જાહેરાત કરી હતી ત્યારે તે ચર્ચાનો વિષય બન્યો હતો. ધીરજ પાંચ વર્ષથી શૉ સાથે સંકળાયેલો હતો. તેણે કરિયના ગ્રોથ માટે આ ર્નિણય લીધો હતો.
૨૬મી સપ્ટેમ્બરથી તેનો નવો શૉ શરુ થવાનો છે. અહીં તેની સાથે સુરભિ ચંદના લીડ રોલમાં જાેવા મળશે. નોંધનીય છે કે સસુરાલ સિમર કા સીરિયલ સાથે પાંચ વર્ષ કામ કર્યા પછી ધીરજે ત્યાંથી પણ આગળ વધવાનો ર્નિણય લીધો હતો.SS1MS