DHFL કેસમાં ૨૫૦૦૦ કરોડની કરાયેલ ફંડ ઉચાપત

નવીદિલ્હી,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ઉંડી તપાસનો દોર ડીએચએફએલમાં ચાલી રહી છે. ઇડીનું કહેવું છે કે, ૨૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી ચુકી છે. ઇડી દ્વારા દિવાન હાઉસિંગ ફાઈનાન્સના પ્રમોટરો દ્વારા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો ધડાકો ઇડી દ્વારા પ્રાથમિક તપાસમાં કરવામાં આવ્યો છે. નાણાંકીય છેતરપિંડી અને ફ્રોડ મામલામાં ડીએચએફએલના પ્રમોટરો જોરદારરીતે સક્રિય રહ્યા છે.
ઇડીને એવી શંકા છે કે, ૨૦૧૦ અને ૨૦૧૫ વચ્ચેના ગાળામાં કપિલ વાધવાન અને ધીરજ વાધવાન નામના પ્રમોટરો સાથે જોડાયેલી બોગસ કંપનીઓમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ૭૯ જેટલી બોગસ કંપનીઓમાં ૧૨૭૭૩ કરોડ રૂપિયા ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, ડીએચએફએલ અને વાધવાન બંધુઓને આવરી લેતા નવા લેવડદેવડના મામલામાં પણ ઉંડી તપાસ ચાલી રહી છે. ડીએચએફએલના મામલામાં કેટલીક નવી વિગતો ખુલીને સપાટી ઉપર આવે તેવી પ્રબળ સંભાવના છે. ડીએચએફએલે હાલમાં ભારે ચર્ચા જગાવી છે.