આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશેઃ વડાપ્રધાન
નળકાંઠાની જનતાએ ભાજપને પ્રચંડ વિજય અપાવવાનું મન બનાવી લીધું છે.
(એજન્સી)બાવળા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.ગુજરાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે.
ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેમણે બાવળામાં ભાષણ આપતી વખતે જણાવ્યં કે ધોલેરામાં આગામી સમયમાં વિમાનો બનશે. વધુમાં તેમણે જણાવ્ચું કે, ગુજરાતના વિકાસ માટે તમારે ભાજપને જીતાડવાની છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આગમી સમયમાં સુરેન્દ્રનગર સુધી ઔદ્યોગિક પટ્ટો બની જશે. આ સાથે સાથે ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બની જશે.’ બાવળામાં ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
આ સાથે સાથે તેમણે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ વાત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા અત્યારે ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવી છે.